For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવાના આર્કબિશપે લખી ચિઠ્ઠી ‘ખતરામાં છે સંવિધાન અને લોકતંત્ર’

દિલ્હી બાદ ગોવા અને દમણના આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેર્રાઓએ પણ પત્ર લખીને કહ્યુ છે કે સંવિધાન ખતરામાં છે અને લોકો અસુરક્ષાના માહોલમાં જીવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ દિલ્હીમાં આર્કબિશપે એક પત્ર લખીને દેશમાં નવી સરકારની રચના માટે ઈસાઈ સમુદાયને પ્રાર્થના કરવાનું આહવાન કર્યુ હતુ અને દેશનો માહોલ અશાંત ગણાવ્યો હતો. હવે દિલ્હી બાદ ગોવા અને દમણના આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેર્રાઓએ પણ પત્ર લખીને કહ્યુ છે કે સંવિધાન ખતરામાં છે અને લોકો અસુરક્ષાના માહોલમાં જીવી રહ્યા છે. આર્કબિશપે કહ્યુ કે સંવિધાનને વ્યવસ્થિત સમજવુ જોઈએ કારણે સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે માનવાધિકારનું હનન થઈ રહ્યુ છે અને લોકતંત્ર ખતરામાં છે.

માનવાધિકારનું હનન

માનવાધિકારનું હનન

આર્કબિશપે કહ્યુ કે સંવિધાનને વ્યવસ્થિત સમજવુ જોઈએ કારણે સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે માનવાધિકારનું હનન થઈ રહ્યુ છે અને લોકતંત્ર ખતરામાં છે.

આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેર્રાઓએ લખ્યો પત્ર

આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેર્રાઓએ 1 જૂનથી પાદરી વર્ષની શરૂઆતમાં પત્ર લખીને ગોવા તેમજ દમણના ઈસાઈ સમુદાયને સંબોધિત કર્યા છે અને લખ્યુ છે કે દેશમાં અસુરક્ષાનો માહોલ છે અને લોકતંત્ર ખતરામાં છે. તમને જણાવી દઈએ કે પાદરી વર્ષ 1 જૂનથી 31 મે સુધી હોય છે.

દિલ્હીના આર્ક બિશપ અનિલ કાઉટોએ લખ્યો હતો પત્ર

દિલ્હીના આર્ક બિશપ અનિલ કાઉટોએ લખ્યો હતો પત્ર

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હીના આર્ક બિશપ અનિલ કાઉટોએ ઈસાઈ સમુદાયને વર્ષ 2019 માં નવી સરકાર માટે પ્રાર્થના કરવા માટે આહવાન કર્યુ હતુ. બિશપે ભારતની હાલની રાજકીય સ્થિતિને અશાંત ગણાવી હતી અને લખ્યુ હતુ કે અમે લોકો અશાંત રાજકીય માહોલના સાક્ષી બની રહ્યા છે. જેના કારણે સંવિધાનમાં લિખિત સિધ્ધાંતો અને દેશના ધર્મનિરપેક્ષ તાણાવાણા ખતરામાં છે.

આર્ક બિશપે દેશને ગણાવ્યો હતો અશાંત

આર્ક બિશપે દેશને ગણાવ્યો હતો અશાંત

આર્ક બિશપે કહ્યુ હતુ કે દેશ અને રાજનેતાઓ માટે પ્રાર્થના કરવી અમારી પરંપરા છે અને સામાન્ય ચૂંટણીઓ નજીક આવવાને કારણે એ ઘણુ મહત્વનું બની જાય છે. પત્રમાં આર્ક બિશપે ઈસાઈ સમુદાયને દેશ માટે દર શુક્રવારે વિશેષ રીતે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી. આ પત્ર જાહેર થયા બાદ રાજકારણ ગરમાયુ હતુ અને ભાજપે આર્ક બિશપની આકરી ટીકા કરી હતી.

English summary
After Delhi Archbishop, now Goa-Daman top priest says our Constitution in danger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X