For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ગોવાને ગણાવ્યુ વિકાસનુ નવુ મૉડલ, કહ્યુ - ડબલ એન્જિનની સરકાર કરી રહી છે શાસન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ આ દરમિયાન ગોવાને વિકાસનુ નવુ મૉડલ ગણાવીને કહ્યુ કે રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેન્દ્ર સરકારની બધી યોજનાઓને રાજ્યમાં સારી રીતે લાગુ કરી છે.

pm modi

ગોવામાં છેલ્લા અમુક વર્ષોથી આવી છે સ્થિરતાઃ પીએમ મોદી

પીએમ મોદીએ આ યોજના વિશે જણાવીને કહ્યુ છે કે ગોવામાં આત્મનિર્ભર ભારત માટે જે પણ જરૂરી છે એ બધુ છે અને આ સંભવ થઈ શક્યુ છે ડબલ એન્જિનની સરકારના કારણે. પીએમ મોદીએ રાજ્યમાં ભાજપ અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ, લાંબા સમય સુધી ગોવામાં રાજકીય સ્વાર્થ અને રાજકીય અસ્થિરતાએ રાજ્યને નુકશાન પહોંચાડ્યુ પરંતુ છેલ્લા અમુક વર્ષોથી ગોવામાં સ્થિરતા બનેલી છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે આવનારા વર્ષોમાં આ કાર્યક્રમ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી તાકાત તરીકે સાબિત થશે. પીએમ મોદીએ કહ્યુ કે ગોવા ભારતની તાકાત બનીને ઉભર્યુ છે. ગોવાના માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય પાલન યોજનાથી પણ લાભ થઈ રહ્યો છે. તેજ ગતિએ વધી રહેલી ભારતની અર્થવ્યવસ્થામાં ગોવાની ભાગીદારી પણ સારી છે.

શું છે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા યોજના

તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારતથી પ્રેરિત થઈને શરૂ કરવામાં આવી છે. આ યોજનાની પહેલ 1 ઓક્ટોબર, 2020ના રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારના એક અધિકારીને સ્વયંપૂર્ણ મિત્ર તરીકે નિયુક્ત કરવામાં આવે છે કે જે એક નામિત પંચાયત કે નગરપાલિકાની મુલાકાત કરે છે. આ દરમિયાન તે લોકો સાથે વાતચીત કરે છે અને સરકારી વિભાગો વચ્ચે તાલમેલ કરે છે.

English summary
Goa is the new model of development, says PM modi in Aatmanirbhar Bharat Swayampurna programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X