ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ એક વર્ષ સુધી ઈન્ડિગો ફ્લાઈટમાં મફત મુસાફરી કરી શકશે!
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન પછી, ઘણી કંપનીઓ તેને ગિફ્ટ આપવા માટે આગળ આવી રહી છે. તાજેતરમાં, વાહન ઉત્પાદક મહિન્દ્રા પછી હવે ફ્લાઇટ કંપની ઇન્ડિગો પણ તેમના સન્માન માટે આગળ આવી છે.

ઈન્ડિગોએ નીરજને એક વર્ષ માટે ફ્રી ફ્લાઈટની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે નીરજ 8 ઓગસ્ટ 2021 થી 7 ઓગસ્ટ 2022 સુધી ઇન્ડિગોની ફ્લાઇટમાં મફત મુસાફરી કરી શકે છે. આ સમય દરમિયાન તેઓ ઇન્ડિગોની ફ્લાઇટ સેવાનો ગમે તેટલી વખત ઉપયોગ કરી શકે છે.
ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ નીરજની આ સિદ્ધિ પર કહ્યું કે તેણે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને દરેકને ગૌરવ અપાવ્યું છે. કંપની તેમને મફત ફ્લાઇટ સેવાઓ આપીને તેમનું સન્માન કરવા માંગે છે. જણાવી દઈએ કે આ પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ નીરજને ટૂંક સમયમાં લોન્ચ થનારી XUV700 આપીને સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
