ગોલ્ડી બ્રાર જીવતો હોવાનો દાવો, કેવી રીતે ફેલાયા મર્ડરના સમાચાર?
સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિતના ઘણા ગુનાઓમાં સામેલ કુખ્યાત આરોપી ગોલ્ડી બ્રારની હત્યાના સમાચાર ખોટા હોવાના અહેવાલ છે.
હાલમાં અહેવાલો આવ્યા હતા કે હોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી છે. પરંતુ હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગોલ્ડી બ્રાર જીવિત છે. તેના બદલે અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબારમાં એક આફ્રિકન વ્યક્તિનું મોત થયું છે.

બુધવારે સમાચાર આવ્યા હતા કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જો કે, આ મામલે યુએસ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નહોતું.
હવે પોલીસે માહિતી આપી છે કે અમેરિકામાં એક આફ્રિકન વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેનું નામ ગ્લેડેન હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર, આ વ્યક્તિને ગોલ્ડી બ્રાર કહીને ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. ગોલ્ડી બ્રારની હત્યા અંગે લેફ્ટનન્ટ વિલિયમ જેએ ઈમેલમાં દાવો કર્યો હતો કે ગોળીબારનો ભોગ બનેલી વ્યક્તિ ગોલ્ડી બ્રાર છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાતા હોવાથી સવારથી તેમને સતત ફોન આવી રહ્યા હતા. હવે તેમણે કહ્યું કે, અમને ખબર નથી કે આ અફવા કોણે ફેલાવી છે પરંતુ આ સમાચાર સાચા નથી.
અમેરિકા ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં આફ્રિકન લોકોના જૂથો વચ્ચે લડાઈ થઈ હતી, જે દરમિયાન ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં બે લોકોને ગોળી વાગી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય વ્યક્તિને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો. એક ખોટી અફવા ફેલાવવામાં આવી હતી કે મૃત્યુ પામનાર વ્યક્તિ ગોલ્ડી બ્રાર છે.












Click it and Unblock the Notifications
