દિલ્લી ફાયરિંગ બાદ સંસદમાં ગૂંજ્યો ‘ગોળી મારવાનુ બંધ કરો'નો નારો

દેશની રાજધાનીમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને એક પછી એક ત્રણ વાર ગોળી ચાલવાના કેસ સામે આવ્યા છે તે બાદ આ મામલો આજે સંસદમાં જોરદાર ગૂંજ્યો.

દેશની રાજધાનીમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને એક પછી એક ત્રણ વાર ગોળી ચાલવાના કેસ સામે આવ્યા છે તે બાદ આ મામલો આજે સંસદમાં જોરદાર ગૂંજ્યો. જે રીતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્લીમાં ચૂંટણી રેલી દરમિયાન વિવાદિત નારા લગાવ્યા તે બાદ આજે સંસદમાં વિપક્ષે ગોળી મારવાનુ બંધ કરો, દેશને તોડવાનુ બંધ કરોનો નારો લગાવ્યો. વાસ્તવમાં અનુરાગ ઠાકુરે રેલી દરમિયાન નારો લગાવ્યો હતો જેમાં અનુરાગ ઠાકુર કહે છે કે દેશા ગદ્દારોને તો લોકોની ભીડ કહે છે ગોળી મારો...ને. અનુરાગ ઠાકુરનના આ નિવેદન બાદ દિલ્લીમાં ગોળી ચલાવવાના ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે.

parliament

અનુરાગ ઠાકુરે જે રીતે આ નારા લગાવડાવ્યા હતા તે બાદ ચૂંટણી પંચે તેમની સામે થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ અનુરાગ ઠાકુરના નિવેદન બાદ શાહીન બાગ, જામિયા મિલિયા ઈસ્લામિયામાં સીએએ સામે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાનો કેસ સામે આવ્યો છે. જો કે અનુરાગ ઠાકુરે નારેબાજીના વીડિયો પર સફાઈ આપીને કહ્યુ કે તમે ખુદ આખો વીડિયો જુઓ અને તમને દિલ્લીના લોકોનો શું મૂડ છે આનો અંદાજો લાગી જશે.

તમને જણાવી દઈએ કે અનુરાગ ઠાકુરની નારેબાજીનો વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે તેમની સામે 72 કલાકના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શુક્રવારે જામિયા ઈસ્લામિયા ટીચર્સ એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે ભાજપ નેતા વિશ્વવિદ્યાલય પાસે થયેલ ગોળીબાર માટે જવાબદાર છે. આનાથી વધુ દેશ વિરોધી કંઈ હોઈ શકે નહિ કે સરકારના મંત્રી નાગરિકોને સાર્વજનિક મંચ હિંસા માટે ભડકાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X