For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપીનાથ મુંડે: ભાજપ જ નહીં દેશે ગુમાવ્યા એક જમીની નેતા

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.

કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીએ પત્રકારોને જણાવ્યું કે, સવારે સાડા છ વાગ્યાની આસપાસ તેમની કારને અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને જોરદાર ધક્કો લાગ્યો હતો અને તેઓ કારમાં પડી ગયા હતા. બાદમાં તેમણે સુરક્ષા કર્મી પાસે પાણી માંગ્યું હતું અને બાદમાં કહ્યું હતું કે મને હોસ્પિટલ લઇ જાઓ, પરંતુ બાદમાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું. ડોકર્ટર્સે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમનું હૃદય ફરી ચાલું થયું નહોતું. 7.45 વાગ્યે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને કારમાં પડી જતા મોઢાના ભાગે ઇજા થઇ હતી અને બાદમાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું. ડોક્ટર્સે સૌથી પહેલા હર્ષવર્ધનને આ અંગે જાણ કરી હતી.

ગોપીનાથ મુંડે ભારતીય જનતા પાર્ટીમાં એક જમીની નેતા હતા. તેઓ એક પછાત વર્ગમાંથી આવતા હતા અને તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં તથા મહારાષ્ટ્રના રાજકારણમાં તેઓ પોતાની કામ કરવાની વૃત્તિ માટે જાણીતા હતા. ગોપીનાથ મુંડે માત્ર ભાજપના નેતાઓ સાથે જ નહીં પરંતુ વિરોધ પક્ષના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધ હતા. અન્ય પાર્ટીઓ સાથે રાજકીય મતભેદ હતા, પરંતુ પારિવારિક રીતે તેઓ બધા સાથે મૈત્રીપૂર્ણ રીતે મળતા હતા. પોતાની 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ હંમેશા જનતા સાથે જોડાયેલા રહ્યાં હતા. ગરીબોની તેમને સતત ચિંતા રહેતી હતી. ચાલો તસવીરો થકી તેમની રાજકીય યાત્રા પર એક નજર ફેરવીએ.

1980-1985,1990-2009

1980-1985,1990-2009

મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય(પાંચ ટર્મ)

1992થી 1995

1992થી 1995

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા

1995થી 1999

1995થી 1999

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉપ મુખ્યમંત્રી

2009

2009

15મી લોકસભા માટે ચૂંટાયા

29 જાન્યુઆરી 2009

29 જાન્યુઆરી 2009

બિઝનેસ એડવાયઝરી કમિટીના સભ્ય

6 ઑગસ્ટ 2009

6 ઑગસ્ટ 2009

પબ્લિક એકાઉન્ટ્સના સભ્ય

31 ઑગસ્ટ 2009

31 ઑગસ્ટ 2009

ફાઇનાન્સ કમિટીના સભ્ય

16 સપ્ટેમ્બર 2009

16 સપ્ટેમ્બર 2009

કોન્સલટેટિવ કમિટી અને ગૃહ મંત્રાલયના સભ્ય

19 ઓક્ટોબર 2009

19 ઓક્ટોબર 2009

જનરલ પર્પસ કમિટીના સભ્ય

12 જાન્યુઆરી 2010

12 જાન્યુઆરી 2010

એથિક્સ કમિટીના સભ્ય

6 જાન્યુઆરી 2010-30 એપ્રિલ

6 જાન્યુઆરી 2010-30 એપ્રિલ

પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન

7 મે 2010

7 મે 2010

કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ કમિટીના ચેરમેન

2014

2014

16મી લોકસભા માટે ચૂંટાયા

1980-1985,1990-2009
મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય(પાંચ ટર્મ)

1992થી 1995
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા

1995થી 1999
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉપ મુખ્યમંત્રી

2009
15મી લોકસભા માટે ચૂંટાયા

29 જાન્યુઆરી 2009
બિઝનેસ એડવાયઝરી કમિટીના સભ્ય

6 ઑગસ્ટ 2009
પબ્લિક એકાઉન્ટ્સના સભ્ય

31 ઑગસ્ટ 2009
ફાઇનાન્સ કમિટીના સભ્ય

16 સપ્ટેમ્બર 2009
કોન્સલટેટિવ કમિટી અને ગૃહ મંત્રાલયના સભ્ય

19 ઓક્ટોબર 2009
જનરલ પર્પસ કમિટીના સભ્ય

12 જાન્યુઆરી 2010
એથિક્સ કમિટીના સભ્ય

6 જાન્યુઆરી 2010-30 એપ્રિલ
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન

7 મે 2010
કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ કમિટીના ચેરમેન

2014
16મી લોકસભા માટે ચૂંટાયા

English summary
bjp and nation lost grass root level leader. gopinath munde passes awavy in car accident at delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X