For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ શોકગ્રસ્તઃ કેબિનેટ મંત્રી ગોપીનાથ મુંડેનું કાર અકસ્માતમાં નિધન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.

ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરને ભાજપ કાર્યાલય લવાયું

ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરને પોસ્ટમોર્ટમ બાદ ભાજપ કાર્યાલય ખાતે લવાયું છે, જ્યાં અંતિમ દર્શનાર્થે તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું છે. આ દુઃખદ ઘડીએ ભારતીય જનતા પાર્ટીના તમામ મોટ ગજના નેતા ઉપસ્થિત છે. રાજનાથ સિંહ, વૈંકયા નાયડૂ, નીતિન ગડકરી, હર્ષવર્ધન, સ્મૃતિ ઇરાની, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ સહિતના નેતઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે. અટલ બિહારી વાજપાયી તરફથી શ્રદ્ધાંજલિ ફૂલો અર્પિત કરવામાં આવ્યા હતા.

gopinath-munde
કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીએ પત્રકારોને જણાવ્યું કે, સવારે સાડા છ વાગ્યાની આસપાસ તેમની કારને અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને જોરદાર ધક્કો લાગ્યો હતો અને તેઓ કારમાં પડી ગયા હતા. બાદમાં તેમણે સુરક્ષા કર્મી પાસે પાણી માંગ્યું હતું અને બાદમાં કહ્યું હતું કે મને હોસ્પિટલ લઇ જાઓ, પરંતુ બાદમાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું. ડોકર્ટર્સે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમનું હૃદય ફરી ચાલું થયું નહોતું. 7.45 વાગ્યે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને કારમાં પડી જતા મોઢાના ભાગે ઇજા થઇ હતી અને બાદમાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું. ડોક્ટર્સે સૌથી પહેલા હર્ષવર્ધનને આ અંગે જાણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો અને તેમને ભાજપ કાર્યાલય ખાતે આવવા જણાવાયું છે. હાલ તેમના શરીરનું પોસમોર્ટમ કરવામાં આવશે અને 12.30 વાગ્યાની આસપાસ તેમને ભાજપ કાર્યાલય લાવવામાં આવશે. ત્યારબાદ ખાસ પ્લેન થકી તેમના મૃતદેહને લાતુર લઇ જવામાં આવશે, જ્યાંથી તેમના મૃતદેહનો બીડ નજીક પગલી ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગોપીનાથ મુંડે મુંબઇ જવા માટે પોતાના દિલ્હી સ્થિત નિવાસ્થાનથી એરપોર્ટ જઇ રહ્યાં હતા, ત્યારે સવારે છ વાગ્યાની આસપાસ સફદરજંગ હોસ્પિટલ નજીક એક કાર સાથે તેમની કારનો અકસ્માત થયો હતો. જ્યારે તેમની કારનો અકસ્માત થયો ત્યારે તેઓ કોઇપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર નિકળ્યા હતા માત્ર એક જ સુરક્ષા કર્મી અને ડ્રાઇવર હતો. આ અકસ્માતમાં મુંડને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. તેમની સારવાર નજીકમાં આવેલી સફદરજંગ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી હતી. અકસ્માત થવાનું કોઇ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છેકે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેઓ મુંબઇ ખાતે પોતાના પરિવાર પાસે જઇ રહ્યાં હતા.

English summary
Union Minister Gopinath Munde has been critically injured in a car accident near an airport here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X