ગોરખપુર: કેદીઓએ ડેપ્યુટી જેલર સહીત ઘણા પોલીસકર્મીઓની પીટાઈ કરી
ઉત્તરપ્રદેશની ગોરખપુર ડિસ્ટ્રિક્ટ જેલમાં શુક્રવારે સવારે પૂછપરછ દરમિયાન કેદીઓએ માર મારવાનો આરોપ લગાવી જેલમાં જોરદાર હંગામો શરુ કરી દીધો હતો.
ઉત્તરપ્રદેશની ગોરખપુર ડિસ્ટ્રિક્ટ જેલમાં શુક્રવારે સવારે પૂછપરછ દરમિયાન કેદીઓએ માર મારવાનો આરોપ લગાવી જેલમાં જોરદાર હંગામો શરુ કરી દીધો હતો. આ સમયગાળા દરમિયાન, કેદીઓએ જેલમાં ડેપ્યુટી જેલર સહિતના અનેક સુરક્ષા કર્મચારીઓને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડીએમ-એસએસપી દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીઓ ક્રાઈમ વીરસિંહ જેલના કેટલાક કેદીઓની પૂછપરછ કરવા માટે આવ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન તેણે એક કેદીને માર માર્યો હતો. કેદીઓએ આ બાબતે ગુસ્સે થયા હતા અને સવારે લગભગ 6 વાગ્યે બધા કેદીઓ એક થઈ ગયા હતા અને નિરીક્ષણ સમયે ડેપ્યુટી જેલર પ્રભાત પાંડે, સિપાહી અજય સિંહ સહિત ચાર લોકોને માર માર્યો હતો. માર મારવાના સમાચાર મળતા જ ડીએમ-એસએસપી પણ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન કેદીઓ ઝાડ પર ચઢી ગયા અને ઈંટ, પથ્થરો ફેંકવા લાગ્યા હતા.
હંગામા પાછળ કેદીઓ ઘ્વારા જેલમાં રોટી અને દાળની સમસ્યાને પણ તેનું કારણ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ કેદીઓએ જિલ્લા વહીવટી તંત્રને માંગ પત્ર પણ સોંપ્યો છે. એડીએમ રજનીશ શ્રીવાસ્તવે કહ્યું કે જેલના કેદીઓને સમસ્યા હલ કરવા ખાતરી આપવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કેદીઓને મારવાની વાતને એડીએમ સિટી રજનીશ શ્રીવાસ્તવે નકારી છે. જોકે, જેલમાં બંધ કેદીઓ એકત્રીત થઈ રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તે જ સમયે, અનેક પોલીસ સ્ટેશનની ફાયર બ્રિગેડ અને પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે.
પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે
હોબાળો થતાં ડીએમ વિજેન્દ્ર પંડિયન, એસએસપી ડોક્ટર સુનીલ ગુપ્તા જેલમાં પહોંચ્યા હતા. અધિકારીઓએ અટકાયતીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ તૈયાર નહોતા. રોષે ભરાયેલા કેદીઓનો હંગામો ચાલુ છે. પોલીસ તેમની પ્રવૃત્તિ પર ડ્રોનથી નજર રાખી રહી છે.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણીમાં ધાર્મિક સંગઠનોની ભૂમિકા મહત્વની રહેશે












Click it and Unblock the Notifications
