ગોરખપુર બાળહત્યા કેસમાં આરોપી ડૉ.કફીલ ખાનની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે મોટી સંખ્યામાં એક પછી એક બાળકો મર્યા પછી તમામ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. તે જ મામલે આજે ડૉ. કફીલ ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બીઆરડી હોસ્પિટલના પ્રિસિંપાલ ડૉ. રાજીવ મિશ્રા અને તેમની પત્ની ડૉ. પૂર્ણિમા શુક્લાને પણ પોલિસ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં લઇ ગયું છે. ગોરખપુર કોર્ટે અન્ય સાત ડોક્ટરો વિરુદ્ધ પણ બિનજમાનતી વોરંટ જાહેર કર્યું છે. જે પાછલા કેટલાક દિવસથી ફરાર છે.

doctor

આ કેસમાં કેટલાક ડોક્ટરો હાલ ફરાર છે જેમાં અનેસ્થિસિયાના હેડ ડૉ. સતીશ કુમાર, એઇએસ વિભાગના હેડ ડૉ. કફીલ ખાન, પુષ્પા સેલ્સના મનીષ ભંડારી, ચીફ ફાર્માસિસ્ટ ગજેન્દ્ર જયસવાલ, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક ઉદય પ્રતાપ સિંહ, સંજય કુમાર, સુધીર કુમાર છે. આ લોકો વિરુદ્ધ ધારા 120-બી, 308 અને 420 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિરુદ્ધ 24 ઓગસ્ટના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

English summary
Gorakhpur tragedy Dr kafeel Khan arrested of BRD hopital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.