પદ્મશ્રીથી નવાજ્યા આ મહાનુભાવોને, કામ જાણી તમે પણ કહેશો વાહ

Posted By:
Subscribe to Oneindia News

ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ તે લોકો છે જે લાઇમ લાઇટથી દૂર સાચા અર્થમાં દેશની સેવા કરે છે. દેશના સર્વોચ્ચ સન્માનમાંથી એક તેવા પદ્મશ્રી નવાજવામાં આવ્યા છે. આ વખતે કુલ 17 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.પદ્મશ્રીથી નવાજ્યા આ મહાનુભાવોના નામ આ મુજબ છે અરવિંદ ગુપ્તા- સાહિત્ય અને શિક્ષા, લક્ષ્મીકુટ્ટી-ચિકિત્સા, ભજ્જૂ શ્યામ- કળા, સુધાંશુ વિશ્વાસ- સોશ્યલ સર્વિસ, એમઆર રાજગોપાલ- ચિકિત્સા, મુરલીકાંત પેટકર- રમત જગત, રામગોપાલન વાસુદેવન- વિજ્ઞાન અને એેન્જિનીયરિંગ, સુભાષિની મિસ્ત્રી- સામાજીક કાર્ય, વિજયલક્ષ્મી નવનૈતકૃષ્ણન - સાહિત્ય અને શિક્ષા, સુલાગત્તિ નરસમ્મા- ચિકિત્સા, યશી ઢોઢેન- ચિકિત્સા. ત્યારે આ કોણ લોકો છે તેમના વિષે થોડી વધુ વિગતો વાંચો અહીં.

padma shri

જેમાંથી એક છે કેરળની આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટી, જેમણે 500 હર્બલ દવાઓ પોતાની યાદશક્તિથી તૈયાર કરી અને તેમાં સાંપદંશ દૂર કરતી અને કીટનાશક દવાઓ પણ છે જે લોકોની મદદ કરે છે. તે કેરળની લોકગીત એકાદમીમાં શીખવે છે અને એક સાદી ઝૂંપડીમાં જીવન વીતાવે છે. 1950માં તે પોતાના ક્ષેત્રમાં સ્કૂલે જનાર પહેલી આદીવાસી મહિલા હતી. બીજા પદ્મશ્રી વિજેતા છે, અરવિંદ ગુપ્તા, આઇઆઇટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી તેવા અરવિંદ લોકોને વિજ્ઞાન ભણવા માટે પ્રેરિત છે. તેમણે છેલ્લા ચાર દશકામાં 3000 થી વધુ સ્કૂલોનો પ્રવાસ કર્યો છે. 18 ભાષામાં 6,200 વધુ ફિલ્મો બનાવી છે.

વધુમાં આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ ગોંડ કલાકાર ભજ્જૂ શ્યામને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. ગોંડ પેટિંગના માધ્યમથી તેમણે મધ્ય પ્રદેશની આદિવાસી કળાને વિશ્વ ફલક પર મૂકી છે. તે પછી પશ્ચિમ બંગાળના સુધાંશ વિશ્વાસ જે 99 વર્ષીય સ્વતંત્રતા સેનાની છે અને જે ગરીબોની સેવા સાથે અનાયલય અને સ્કૂલો ચલાવી ગરીબ બાળકોને નિશુલ્ક સેવા આપે છે તેમને પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. કેરળના મેડિકલ મસીહા નામે જાણીતા એમ.આર.રાજગોપાલને પણ નવ જાત બાળકોને કેસમાં ખાસ યોગદાન માટે પદ્મશ્રી આપવામાં આવ્યો છે. વધુમાં 1965માં ભારત પાક યુદ્ધમાં પોતાનો હાથ ગુમાવનાર મહારાષ્ટ્રના મુરલિકાંત પેટકર, જેમણે ભારત માટે પહેલો પેરા ઓલમ્પિક સ્વર્ણ પદક જીત્યો હતો તેમને પણ પદ્મશ્રીની સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુમાં તમિલનાડુના રાજગોપાલન વાસુદેવન જેમને ભારતના પ્લાસ્ટિક નિર્માતા મનાય છે. અને જેમણે રસ્તા બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કર્યો છે તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની એક ગરીબ મહિલા સુભાષિની મિસ્ત્રી જેમણે રાજ્યમાં ગરીબ બાળકો માટે હોસ્પિટલ બનાવવા માટે નોકરાણી અને દૈનિક મજૂર તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું તેમને પણ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વધુમાં સુલગત્તિ નરસમ્મા જે કર્ણાટકના ગરીબ વિસ્તારોમાં દાઇ તરીકે કામ કરે છે તેમને વિજયાલક્ષ્મી નવનીતકૃષ્ણન નામના પ્રસિદ્ધ તમિલ લોક પ્રચારકને પણ પદ્મશ્રી આપવામાં આવ્યું છે. વધુમાં હિમાચલ પ્રદેશના તિબ્બતી વિસ્તારોમાં ભિક્ષુ ચિકિત્સક તરીકે કામ કરતા યિશિયા ઢોડેનને પણ આ પુરસ્કાર આપવામાં આવ્યું છે.

English summary
Government announced Padma Shri awards for 2018

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.