મોદી સરકારનો નવો નિર્ણય, કેશમાં નહીં મળે પગાર

Posted By:
Subscribe to Oneindia News

કેશલેશ વ્યવસ્થાની તરફ આગળ વધતા મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે કોઇને પણ કેશમાં સેલેરી નહીં મળે. લોકોની સેલેરી હવે ચેક દ્વારા તેમના બેંક ખાતામાં આવશે. નોટબંધી પછી મોદી કેબિનેટે કેશલેશ ઇન્ડિયાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પગારની ચૂકવણીના કાનૂનમાં સંશોધન માટે અધ્યાદેશને મંજૂરી આપી છે.

modi

આ નિયમ મુજબ જે પણ કંપનીમાં 10 થી વધુ કર્મચારીઓ હશે તે કંપનીને તેમના કર્મચારીઓનો પગાર રોકડ રકમમાં નહીં આપી શકે.મોદી કેબીનેટના આ નિર્ણય મુજબ હવે તેમની સેલેરી કાં તો ચેકથી કે પછી તેમના બેંક એકાઉન્ટ દ્વારા આપવામાં રહેશે. નોંધનીય છે કે દેશમાં અનેક તેવી કંપનીઓ છે જ્યાં કર્મચારીઓનો પગાર રોકડ રકમમાં આપવામાં આવે છે.

શત્રુ સંપત્તિ અધિનિયમ પર મોદી કેબિનેટની મંજૂરી

નોંધનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાના નોટ પર પ્રતિબંધ લગાવ્યો છે તે પછી સરકાર અનેક તેવા પ્રયાસો કરી રહી છે જેનાથી કેશની જગ્યાએ લોકો કાર્ડ વાપરે અને ઇ પેમેન્ટ વધી શકે. એટલું જ નહીં મોદી કેબિનેટે શત્રુ સંપત્તિ અધિનિયમને પણ મંજૂરી આપી છે.

English summary
Government bring ‘Go Cashless’ ordinance to ban salary in cash.
Please Wait while comments are loading...