સરકારે ZOOM એપ કેમ બેન ન કરી? જાણો શું છે તેનુ ચીન કનેક્શન
ભારત સરકારે ચીનને ઝટકો આપીને સોમવારે અચાનક 59 ચીની એપ્સને બેન કરી દીધી હતી. જેમાં લોકપ્રિય એપ શીન, ટિકટૉક, લાઈક અને કેમ સ્કેનર શામેલ છે. આ દરમિયાન લિસ્ટમાં ઝૂમ એપનુ નામ ના જોઈને લોકોએ તેને બેન કરવાની માંગ કરી. ઝૂમ યુઝર્સની વધતી સંખ્યા વચ્ચે પણ આ એપ પર ડેટા સુરક્ષા અંગે સવાલો ઉઠતા રહે છે. તો ચાલો જાણીએ કે ઝૂમ એપને ભારતમાં કેમ બેન કરવામાં નથી આવી.

આ કારણે બેન નથી થઈ ઝૂમ એપ
વાસ્તવમાં ઝૂમને ભારતમાં એટલા માટે બેન નથી કરવામાં આવી કારણકે આ એક અમેરિકન એપ છે. આ એપના સંસ્થાપક એરિક યુઆન છે. કંપનીના મુખ્યાલય કેલિફોર્નિયામાં છે. ઝૂમના સીઈઓ એરિક યુઆનનો જન્મ ચીનમાં થયો હતો પરંતુ તે મૂળ રીતે અમેરિકી નાગરિક છે. ઝૂમ વિશે પહેલા પણ ઘણી વાર એવુ કહેવામાં આવ્યુ છે કે આ ચીની એપ છે. આ વિશે યુઆને સ્પષ્ટીકરણ પણ આપ્યુ હતુ કે ઝૂમ સંપૂર્ણપણે અમેરિકી એપ છે. જે અમેરિકામાં જ બનાવવામાં આવ્યુ છે અને અહીં જ તેનુ મુખ્યાલય છે.

ઝૂમની વિશ્વસનીયતા પર ઉઠ્યા સવાલ
યુઆને કહ્યુ હતુ, 'હાલમાં જ ઝૂમ અને ચીન વિશે સવાલ ઉઠ્યા છે. એવુ લાગે છે કે એક અસ્થાયી ખોટી ધારણા ઉપજી છે.' તેમના આના પર સફાઈ આપ્યા બાદ પણ ભારતમાં ઘણા બધા લોકોને એવુ લાગે છે કે ઝૂમ એક ચાઈનીઝ એપ છે અને આમાં ચીનનો સ્વાર્થ છૂપાયો છે. લોકોમાં ઝૂમ એપ માટે શંકા એટલા માટે પણ વધી કારણકે હાલમાં જ આની વિશ્વસનીયતા વિશે સવાલ ઉઠ્યા હતા એ કહેવામાં આવ્યુ હતુ કે ઝૂમ એક અમેરિકી એપ છે પરંતુ આનુ સર્વર ચીનમાં છે.

સરકારે ચિંતા વ્યક્ત કરી હતી
આ ઉપરાંત ભારત સરકાર હેઠળ સંચાલિત સાઈબર સમન્વય કેન્દ્રએ પણ ઝૂમ એપ વિશે ચિતા વ્યક્ત કરી હતી અને એક એડવાઈઝરી જારી કરીને લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ હતુ. જેમાં લોકોને એપનો ઉપયોગ કરતી વખતે જરૂરી દિશા-નિર્દેશ અપાવવા માટે કહેવામાં આવ્યુ હતુ જેથી તેમનો ડેટા સુરક્ષિત રહી શકે. ત્યારબાદ ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ઝૂમ ઉપયોગ કરવા માટે સુરક્ષિત એપ નથી. આ સાથે જ સરકારી અધિકારીઓને પણ આ એપનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

પબજી કેમ નથી થયુ બેન?
બરાબર આ રીતના સવાલ પબજી વિશે પણ ઉઠી રહ્યા છે. પબજી એટેલ કે અનનોન બેટલગ્રાઉન્ડ દક્ષિણ કોરિયાની ટેક કંપની બ્લુહોલે વર્ષ 2000માં બનાવ્યુ હતુ. આને આઈ જાપાની ફિલ્મ બેટલ રૉયલથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યુ હતુ. શરૂઆતમાં ચીની ટેંસેટ ગેમ્સે પબજીને સ્થાનિક બજારમાં રજૂ કર્યુ અને ગેમ બનાવતી કંપની પાસે આની અમુક ભાગીદારી પણ ખરીદી. પરંતુ ચીનમાં અમુક સમય બાદ જ આના પર પ્રતિબંધ લાગી ગયો. એટલા માટે આને સંપૂર્ણપણે ચીની એપ ન કહી શકાય.
સાંડેસરા કેસઃ અહેમદ પટેલના ઘરે પૂછપરછ માટે પહોંચી ઈડી