Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેપ અને પૉક્સો કેસોને જલ્દી ઉકેલવા માટે સરકાર ઉઠાવી રહી છે આ પગલા

દેશમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે ગુના વધતા જ જઈ રહ્યા છે. જેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર ઘણી ચિંતિત છે, તે ગુનેગારોને જલ્દીમાં જલ્દી સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી ચૂકી છે.

દેશમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે ગુના વધતા જ જઈ રહ્યા છે. જેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર ઘણી ચિંતિત છે, તે ગુનેગારોને જલ્દીમાં જલ્દી સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી ચૂકી છે. આ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં મહિલાઓ અને બાળકો સામેના ગુના અંગેના કેસોની સુનાવણી ઝડપી બનાવવા માટે 1,023 વિશેષ ત્વરિત અદાલતો સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1 લાખ 66 હજારથી વધુ કેસો પેન્ડીંગ

1 લાખ 66 હજારથી વધુ કેસો પેન્ડીંગ

કાયદા મંત્રાલય દ્વારા આ વિશેષ અદાલતોની સ્થાપનાની પ્રક્રિયા બે ઓક્ટોબરથી શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે દેશમાં આવા 1 લાખ 66 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે જેમાં વર્ષોથી પીડિતા અને માસુમો ન્યાય મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે. મહિલાઓ અને બાળકોને ન્યાય અપાવવા માટે કાયદા તો છે પરંતુ કાર્યવાહીમાં વિલંબ થવાના કારણે મહિલાઓ અને બાળકોની જિંદગી સાથે રમત રમનાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરીને આ પેન્ડીંગ કેસોને જલ્દીમાં જલ્દી ઉકેલવાની પહેલ કરી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય હેઠળ ન્યાય વિભાગ દ્વારા તૈયાર કરાયેલા એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે પ્રત્યેક વિશેશ અદાલત દ્વારા દર વર્ષે કમસે કમ એવા 165 કેસોને ઉકેલવાની આશા છે. દેશમાં એવા 1 લાખ 66 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.

389 અદાલત

389 અદાલત

સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર આમાં 389 અદાલત ખાસ કરીને પૉક્સો હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી કરશે. આશા છે કે દરેક અદાલત દર ત્રણ મહિનામાં 41થી 42 કેસો અને વર્ષમાં ઓછામાં ઓછા 16 કેસોને ઉકેલશે. વિભાગના જણાવ્યા મુજબ દેશની વિવિધ અદાલતોમાં બળાત્કાર અને પૉક્સો કાયદના કુલ 1 લાખ 66 હજાર 8સો 82 કેસો પેન્ડીંગ છે. 389 જિલ્લાઓમાં પૉક્સો કાયદા હેઠળ 100થી વધુ કેસ નોંધાયેલા છે. એટલા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર આમાં પ્રત્યેક જિલ્લામાં એક વિશેષ પૉક્સો અદાલત હોવી જોઈએ જ્યાં કોઈ બીજી કેસની સુનાવણી નહિ થાય.

પૉક્સો એક્ટ

પૉક્સો એક્ટ

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક વર્ષોથી બાળતો સાથે યૌન શોષણની ઘટનાઓ વધી ગઈ છે. આ રીતના કેસોમાં વધતી સંખ્યા જોઈને સરકારે વર્ષ 2012માં એક વિશેષ કાયદો બનાવ્યો હતો. પૉક્સો એક્ટ બાળકો સાથે છેડતી, બળાત્કાર અને કુકર્મ જેવા કેસો સામે સુરક્ષા આપે છે. પૉક્સો શબ્દ અંગ્રેજીમાંથી આવે છે. આનુ પૂરુ ના છે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ અફેન્સેસ એક્ટ 2012 એટલે કે લૈંગિંક ઉત્પીડનથી બાળકોનુ સંરક્ષણના અધિનિય 2012. આ એક્ટ હેઠળ સગીર બાળકો સાથે થતા યૌન અપરાધો અને છેડતીના કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્ટ બાળકોને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ અસોલ્ટ અને પૉર્નોગ્રાફી જેવી ગંભીર અપરાધોથી સુરક્ષા આપે છે.

18 વર્ષથી ઓછી વયના બાળકો સાથે કોઈ પણ પ્રકારો યૌન વ્યવહાર આ કાયદાની સીમામાં આવે છે. આ કાયદો છોકરા અને છોકરીને સમાન રીતે સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ રજીસ્ટર થતા કેસોની સુનાવણી વિશેષ અદાલતમાં થાય છે.

બાળકોને સુરક્ષા વર્ષ 2012માં બનાવવામાં આવેલા આ કાયદા હેઠળ અલગ અલગ ગુના મામટે અલગ અલગ સજા નક્કી કરવામાં આવી છે. જેનો કડકાઈથી પાલ કરવાનુ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે. આ અધિનિયમની ધારા 4 હેઠળ તે કેસો શામેલ કરવામાં આવે છે જેમાં બાળકો સાથે દુષ્કર્મ કે કુકર્મ કરવામાં આવ્યુ હોય. આમાં સાત વર્ષની સજાથી લઈને આજીવન કેદ અને આર્થિક દંડ પણ લગાવવામાં આવી શકે છે.

કડક સજાની જોગવાઈ

કડક સજાની જોગવાઈ

અહીં સુધી કે એપ્રિલ 2018માં દેશમાં બાળકીઓ સાથે વધતા રેપના કેસોને જોતા મોદી સરકારે રેપના પહેલાથી હાજર કાયદાઓને વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો હતો. જે હેઠળ આજે કેબિનેટની બેઠકમાં પૉકસોમાં સંશોધન સંબંધિત વટહુકમને મંજૂરી આપવામાં આવી. આ વટહુકમને કાયદો બનવા પર રેપના કેસોમાં ફાંસીની સજાની જોગવાઈની વાત કહેવામાં આવી હતી. પૉક્સો એક્ટની કલમ 6ને આધીન તે કેસ લાવવામાં આવે છે જેમાં બાળકોને દુષ્કર્મ કે કુકર્મ બાદ ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોય. આમાં દસ વર્ષથી લઈને આજીવન કેદ સુધી સજા થઈ શકે છે અને સાથે દંડ પણ લગાવવામાં આવી શકે છે. આ રીકે પૉક્સો અધિનિયમની કલમ 7 અને 8 હેઠળ એ કેસો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં બાળકોના ગુપ્તાંગ સાથે છેડછાડ કરવામાં આવી છે, આ કલમના દોષિતો પર દોષ સાબિત થઈ જવા પર પાંચથી સાત વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. બાળકોને બચાવનાર કાયદા પૉક્સો એક્ટની કલમ 3 હેઠળ પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટને પણ પરિભાષિત કરવામાં આવ્યુ છે. જેમાં બાળકના શરીર સાથે કોઈ પણ પ્રકારની હરકત કરનાર વ્યક્તિને કડક સજાની જોગવાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X