For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશે

Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી લૉકડાઉન 3 તરીખ સુધી વધારવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકાર તરફથી વધારવામાં આવેલ લૉકડાઉન પર બુધવારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ દિશા નિર્દેશો મુજબ ખાણી પીણી અને દવા બનાવતી તમામ ઈન્ડસ્ટ્રી ખુલ્લી રહેશે. આની સાથે જ ગ્રામીણ ભારતમાં બધા કળા-કારખાના ખોલવાના નિર્દેશ આપ્યા છે. નવા નિયમો મુજબ મનરેગાના કાર્યોને પણ મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત કહેવામાં આવ્યું કે સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપે.

આ તમામ ગતિવિધિઓ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મંજૂરી અપાયા બાદ શરૂ થશે જો કે અગાઉ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય પણ કરવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ, મુખ્યમંત્રી સાથે પણ કરી હતી બેઠકકોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ, મુખ્યમંત્રી સાથે પણ કરી હતી બેઠક

લૉકડાઉનમાં કઈ કઈ સુવિધાચાલુ રહેશે?

લૉકડાઉનમાં કઈ કઈ સુવિધાચાલુ રહેશે?

  • બીજા તબક્કાના લૉકડાઉનથી જરૂરી સેવાઓને બહાર રાખવામાં આવી છે. જેમાં ખાણી-પીણીની જરૂરી ચીજોની દુકાનો, હેલ્થ વર્કર્સ (ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ), સફાઈકર્મી, મીડિયા પર્સન, સુરક્ષાકર્મી (પોલીસ, સુરક્ષાબળ), સામેલ છે.
  • કેટલાક રાજ્યોમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાના ઉત્પાદનના સામાનને સ્થાનિક મંડીમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ મામલે રાષ્ટ્રીય સ્તરેથી હાલ કોઈ આદેશ આવ્યો નથી.
  • આની સાથે જ કોરોના વાયરસનો ઈલાજ કરતા તમામ સરકારી હોસ્પિટલ અથવા તેની સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ, સરકારી ઑફિસ, રસોઈ ગેસ એજન્સીની ઑફિસ, પેટ્રોલ પંપ, છૂટક અને હૉલસેલ મંડી, પેથોલોજી, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ પોતાની સેવા આપતા રહેશે.
  • દિલ્હીની આજાદપુર સબ્જી મંડીમાં વેપારીઓએ સામાજિક દૂરીનું પાલન કરવા માટે ઑડ ઈવન ફોર્મ્યુલા અપનાવ્યો છે. ઑડ નંબરવાળા વેપારી રોજ સવારે 6થી 11 અને ઈવન નંબર વાળા વેપારી 2થી સાંજે 6 વાગ્યા સંધી મંડીમાં માલ વેચશે.
  • આ લૉકડાઉનમાં સામાન લઈ જવા અને લાવતા ટ્રકોને પણ છૂટ આપવામાં આવી છે.
  • કંટેનમેન્ટ જોનમાં જે લોકો નથી, તેઓ જરૂરી સામાન લેવા માટે ઘરેથી બહાર જઈ શકે છે. એવામાં સંબંધિત શખ્સે સામાજિક દૂરીનું પાલન કરવું પડશે. આ ઉપરાંત એક જરૂરી વાત એ પણ છે કે પરિવારનો એક જ શખ્સ સામાન લેવા બહાર આવી શકે છે.
  • બેંક અને એટીએમ ખુલ્લાં રહેશે.
  • આની સાથે જ ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ પોતાના કામ કરશે.
લૉકડાઉનમાં શું બંધ રહેશે

લૉકડાઉનમાં શું બંધ રહેશે

  • તમામ પેસેન્જર ટ્રેન, વિશેષ ટ્રેન, પ્રીમિટમ ટ્રેન બંધ રહેશે. ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પણ 3 મે સુધી બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા બસ, મેટ્રો, શેર કેબ પણ લૉકડાઉન ખત્મ થાય ત્યાં સુધી સેવા નહિ આપી શકે.
  • એવી બસો જે સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ લિસ્ટમાં નથી તે બધી બંધ રહેશે. જેમાં લગ્ઝરી બસ પણ સામેલ છે.
  • તમામ સાર્વજનિક જગ્યા જેવા કે જિમ, સ્વીમિંગ પૂલ, મૂવી થિયેટર, શૉપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, પાર્ક, માર્કેટ બંધ રહેશે.
  • ધાર્મિક જગ્યાએ વધુ ભીડ થઈ જાય છે, જે હિસાબે સામાજિક દૂરી માટે તેમને બંધ રાખવામાં આવશે.
  • કંટેનમેન્ટ જોન ઘોષિત કરવામાં આવેલા વિસ્તારોના લોકોએ પોતાના ઘરથી નિકળવાની મંજૂરી નથી. તેમને જરૂરતનો સામાન ડિલિવરી મારફતે પહોંચાડવામાં આવશે.
  • તમામ શૈક્ષણિક અને પ્રશિક્ષણ સંસ્થાન પણ બંધ રહેશે.
  • અંતિમ સંસ્કાર વગેરેની સ્થિતિમાં એક સમયે 20થી વધુ લોકો એકત્રિત ના થઈ શકે.
20 એપ્રિલ બાદ અહીં છૂટ મળી શકે છે?

20 એપ્રિલ બાદ અહીં છૂટ મળી શકે છે?

  • કેટલીક ફેક્ટરીઓષ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલ ફર્મ, ફાર્મા ઈન્ડસ્ટ્રી જે નૉન હૉટસ્પૉટ એરિયામાં છે તેમને છૂટ મળી શક છે.
  • હાઈવે પર બનેલા ઢાબા, ટ્રક રિપેરિંગ કરતી દુકાનોને પણ 20 એપ્રિલ બાદ ખોલવામાં આવી શકે છે.

આ બધી ગતિવિધિઓ રાજ્ય/કેન્દ્ર પ્રદેશો દ્વારા અનુમતિ દેવાયા બાદ શરૂ થશે જો કે આની પહેલા સામાજિક દૂરીના ઉપાય પણ કરવામાં આવશે.

English summary
government issues revised guidelines for lockdown phase 2 covid19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X