For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ- સખ્તાઈથી લૉકડાઉન લાગૂ કરાવો, ઉલ્લંઘન કરનારાઓ સામે એક્શન લો

કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ- સખ્તાઈથી લૉકડાઉન લાગૂ કરાવો, ઉલ્લંઘન કરનારાઓ સામે એક્શન લો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધા સંક્રમણને જોતા રાજ્યોએ 31 માર્ચ સુધી લૉકડાઉનનું એલાન કરી દીધું છે. જો કે લૉકડાઉન છતાં મોટાભાગના વિસ્તારોમાં તેનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે, જેને જોતા ભારત સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવે. સરકારે કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

new delhi

લૉકડાઉન બાદ પણ લોકો બહાર ફરતા જોવા મળ્યા, જે બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. પીએ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "લૉકડાઉનને હાલ કોઈપણ લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. કૃપયા કરી તમને ખુદને બચાવો, તમારા પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારો અનુરોધ છે કે તેઓ નિયમો અને કાનૂનોનું પાલન કરાવે."

Coronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોતCoronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોત

લૉકડાઉનમાં કરિયાણાની દુકાનો, બેકરી, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પંપ અને જરૂરી સેવા પ્રદાન કરનાર અન્ય પ્રતિષ્ઠાન લૉકડાઉનની અવધી દરમિયાન ખુલ્લા રહેશે. આ દરમિયાન લકોને બિનજરૂરી બહાર નિકળવાની કે બહાર ફરવાની મંજૂરી નથી. કોઈપણ પ્રકારની જનસભા આયોજિત કરવાની મંજૂરી નથી, કેટલાય જિલ્લામાં કલમ 144 લાગૂ છે.

કોરોનાવાઈરસના કુલ 415 મામલા દેશમાં સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાવાઈરસના કારમે 7 લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. કર્ણાટકમાં રવિવારે કોરોનાવાઈરસના 6 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં સંક્રમિત થનારાઓની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે, આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી. કોલકાતામાં રવિવારે વધુ ત્રણ લોકોમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે, જે બાદ પશ્ચિમ બંગાળમાં કોવિડ 19ના મામલા વધીને સાત થઈ ગયા છે.

Coronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact CheckCoronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact Check

English summary
Government of India asks states to strictly enforce lockdown, legal action will be taken against violators
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X