For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ સરકારે આપ્યો રાજ્ય અને જિલ્લાઓની સીલ કરવાનો આદેશ

કેન્દ્ર સરકારે પ્રવાસી શ્રમિકો દ્વારા કોરોના વાયરસના સામૂહિક સંચરણને રોકવા માટે દેશભરમાં રાજ્ય અને જિલ્લાઓની સીમાઓને સીલ કરવાના આદેશ આપ્યા.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર વર્તાવ્યો છે, દુનિયાના લગભગ 170 દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે પરંતુ કોરોનાથી સૌથી વધુ નુકશાન ઈટલીને થયુ છે. ઈટલીમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે. આ સંખ્યા આખી દુનિયામાં સૌથી વધુ છે. વળી, ભારતમાં પણ કોરોના પીડિતોની સંખ્યા 900ને પાર પહોંચી ચૂકી છે. આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે.

કોવિડ-19ના 979 કેસ સામે આવ્યા

કોવિડ-19ના 979 કેસ સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 979 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસથી 979 લોકો સંક્રમિત છે આમાંથી 27 લોકોના મોત થઈ ચૂક્યા છે.

રાજ્ય અને જિલ્લાઓની સીમાઓને સીલ કરવાનો આદેશ

રાજ્ય અને જિલ્લાઓની સીમાઓને સીલ કરવાનો આદેશ

સચિવે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ સામે આવ્યા છે અને છ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પ્રવાસી શ્રમિકો દ્વારા કોરોના વાયરસના સામૂહિક સંચરણને રોકવા માટે દેશભરમાં રાજ્ય અને જિલ્લાઓની સીમાઓને સીલ કરવાના આદેશ આપ્યા અને પહેલેથી જ સીમાઓ પાર કરી ચૂકેલ લોકોને 14 દિવસ સુધી અલગ રહેવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ કોરોનાનો કહેરઃ 183 દેશના 634,000 લોકો સંક્રમિત, 30 હજારથી વધુ મોતઆ પણ વાંચોઃ કોરોનાનો કહેરઃ 183 દેશના 634,000 લોકો સંક્રમિત, 30 હજારથી વધુ મોત

જિલ્લાધિકારીઓ અને પોલિસ અધિક્ષકોને મળી જવાબદારી

જિલ્લાધિકારીઓ અને પોલિસ અધિક્ષકોને મળી જવાબદારી

કેન્દ્ર તરફથી કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં રવિવારે થયેલી બેઠક બાદ દેશભરના જિલ્લાધિકારીઓ અને પોલિસ અધિક્ષકોને પલાયન કરનારાનુ ક્વૉરંટાઈન સુનિશ્ચિત કરવાની જવાબદારી આપવામાં આવી છે. જેથી આ લોકો પોતાના ગામ અને શહેરાં પહોંચીને ત્યાંના લોકોને કોઈ રીતે સંક્રમિત કરવાનુ જોખમ ઉભુ ના કરી શકે. વાસ્તવમાં છેલ્લા ત્રણ દિવસથી દિલ્લી સહિત ઘણા મહાનગરોમાં જે મજૂરોના પલાયનના ફોટા આવી રહ્યા છે, તેણે ભારત સરકારના કાન ઉભા કરી દીધા છે ત્યારબાદ સરકારે અધિકારીઓ માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

English summary
Government orders state and distric border as death toll rising
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X