For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરીના નામે ઠગાઇ, સરકારી વેબસાઇટ બની અશ્લીલ વેબસાઇટ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં નકલી ઓનલાઇન સાઇટ દ્વારા મોટી ઠગાઇ કરાઇ હોવાની ખબર બહાર આવી છે. આ વેબસાઇટ દ્વારા લોકોથી કરોડો રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી આપવાની લાલચે આપી અનેક લોકો જોડે ઠગાઇ કરવામાં આવી છે. વળી આ વેબસાઇટને મ્યુનિસિપલ વિભાગની વેબસાઇટ બતાવવામાં આવી હતી. અને આ નકલી સાઇટ પર લોકોને નોકરી માટે આવેદન પત્ર આપવાનું કહેવામાં આવ્યું હતું.

website

આ સાઇટ દ્વારા કંઇ કેટલાય લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે. અને હવે આ વેબસાઇટને જે લોકો ખોલે છે તે આ સાઇટ પર અશ્લીલ તસવીરો જુએ છે. તો બીજી તરફ મ્યુનિસિપાલ્ટી વિભાગ અમારી આવી કોઇ સાઇટ નથી તેવું કહીને હાથ ઉપર કરી દીધા છે. nnbb.in નામની આ વેબસાઇટને હાલમાં લોન્ચ કરવામાં આવી છે તેવો દાવો સાઇટ પર કરવામાં આવ્યો છે. 40 હજાર સફાઇ કર્મચારીની નોકરી માટે આ સાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું છે. અને ફોર્મ ભરવા માટે ઓનલાઇન પેમેન્ટ પર કરવાનું કહેવામાં આવ્યું છે.

લાખો લોકોએ આ સાઇટ પર પાછલા એક મહિનામાં આવેદન ભરી પૈસા ભર્યા છે. વળી જનરલ અને ઓબીસી માટે 206 રૂપિયા અને એસસી અને એસટી માટે 103 રૂપિયા પણ લોકોએ ફી પેટે ભર્યા છે. પણ હવે આ વેબસાઇટનું યુઆરએલ www.nnbb.in બદલાઇને www.pornpics.com થઇ ગયું છે. ત્યારે નગર પાલિકાએ આની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાની વાત કરી છે.

English summary
Government recruiting website turned objectionable website after huge collection of money. In Uttar Pradesh fake Municipal website was launched.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X