For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડુંગળીના ભાવ માટે કેન્દ્ર સરકારે કહ્યુ - ગયા વર્ષની સરખામણીમાં ઓછી છે કિંમત

ડુંગળીના ભાવ માટે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આ વર્ષે ડુંગળીની કિંમત ગયા વર્ષની સરખામણીમાં સસ્તી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ડુંગળીના ભાવ માટે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આ વર્ષે ડુંગળીની કિંમત ગયા વર્ષની સરખામણીમાં સસ્તી છે. કિંમતો ઘટાડવા માટે સરકારના પ્રયત્નો હવે પરિણામ આપી રહ્યા છે. બુધવારે ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને માહિતી આપી કે ડુંગળીના અખિલ ભારતીય છૂટક અને જથ્થાબંધ કિંમતો વર્તમાનમાં 40.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 3,215.92 પ્રતિ ક્વિંટલ છે.

onion

આ ઉપરાંત મંત્રાલયે કહ્યુ કે કિંમતો ઘટાડવા માટે ગ્રાહક બાબતો વિભાગે આ પહેલા-ઈન-ફર્સ્ટ-આઉટ(ફીફો) સિદ્ધાંત પર બફરથી ડુંગળીની કેલિબ્રેટેડ અને લક્ષિત રિલીઝ શરુ કરી છે જે કિંમતોને ઘટાડવા અને લઘુત્તમ ભંડારણ સુનિશ્ચિત કરવાના બમણા ઉદ્દેશો દ્વારા નિર્દેશિત છે.

આ ઉપરાંત 2 નવેમ્બર, 2021 સુધી દિલ્લી, કોલકત્તા, લખનઉ, પટના, રાંચી, ગુવાહાટી, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નઈ, મુંબઈ, ચંદીગઢ જેવા મુખ્ય બજારોમાં કુલ 1,11,376.17 મેટ્રિક ટન(એમટી) જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સ્થાનિક બજારોમાં ડુંગળી વેચાય છે.

મુખ્ય કિચન સ્ટેપલની કિંમતોમાં વધારો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં શરુ કરવામાં આવ્યો અને કોલકત્તામાં 60 રૂપિયે પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો. સરકારે આના માટે વરસાદને જવાબદાર ગણાવીને કહ્યુ પૂરવઠાનુ કામ અટક્યુ છે જેના કારણે ભાવ વધ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંમતોમાં કોઈ પણ મોટા ઉછાળાથી બચવા માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં 200,000 ટન ડુંગળીનો રેકૉર્ડ ભંડાર બનાવ્યો. વર્ષ 2020ના માર્ચ અને એપ્રિલ દરમિયાન સિઝન સિવાયના વરસાદના કારણે ડુંગળીની કિંમતો ઓક્ટોબર 2020માં પણ બમણી થઈ ગઈ હતી. મુંબઈ અને દિલ્લી જેવા શહેરોમાં છૂટક કિંમતો પહેલા 35 રૂપિયા અને 40 રૂપિયા વચ્ચેના સામાન્ય દરોથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ અને પછી 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ.

અમુક ખાદ્ય પદાર્થોની કિંમતો, જ્યાં સિઝન એક મોટી ભૂમિકા નિભાવે છે, અસ્થિર હોય છે. ડુંગળી તેમાંથી એક છે. આના દરો ઘણી વાર ખાદ્ય મુદ્રાસ્ફીતિને પ્રોત્સાહન આપે છે અને ગ્રાહકો, ગરીબ કે અમીરના માસિક બજેટને અસર કરે છે.

English summary
government said onion price is cheaper than last year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X