For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટીમાં સેનાની ગોઠવણી પર રાજ્યપાલનું નિવેદન, ગભરાશો નહીં

જમ્મુ કાશ્મીરમાં વધારે સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. કેટલાક સરકારી વિભાગો ઘ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોને કારણે લોકોમાં ભય ફેલાયો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં વધારે સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. કેટલાક સરકારી વિભાગો ઘ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોને કારણે લોકોમાં ભય ફેલાયો છે. શ્રીનગરના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઘ્વારા પોતાના સદસ્યોની રજા કેન્સલ કરી દીધી છે અને તેમને સોમવારથી પોતાના કામ પર આવવા માટે જણાવ્યું છે. જેને કારણે લોકોને લાગી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ચુકી છે. પરંતુ જમ્મુ કાશ્મીના રાજ્યપાલે આ બધાને અફવાહ ગણાવતા હતું કે ગભરાશો નહીં.

Satya Pal Malik

રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું કે ઘાટીમાં જવાનોની સંખ્યા વધારવાથી ગભરાશો નહીં. રાજ્યપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જવાનોની વધારાની સંખ્યા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો નિર્ણય છે. તેમને કોઈ પણ પ્રકારના યુદ્ધની સંભાવનાથી ઇન્કાર કર્યો છે. કેટલાક કેટલાક દિવસથી અલગાવવાદી નેતાઓ સામે કાર્યવાહી વધી છે. ઘાટીમાં વિમાન અને હેલીકૉપટરની મુવમેન્ટ પણ વધી છે, જેનાથી આ વાતનો સંકેત મળી રહ્યો છે પાકિસ્તાન સામે કંઈક થવા જઈ રહ્યું છે.

આપને જણાવી દઈએ કે આર્ટિકલ 35એ પણ પણ સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. આ આર્ટિકલ અનુસાર જમ્મુ કાશ્મીરના લોકોને અહીંના સ્થાનીય નાગરિક માનવામાં આવ્યા છે અને દેશના બાકીના ભાગના લોકોને અહીં જમીન ખરીદવાની પરમિશન નથી. મોદી સરકાર ઘ્વારા પહેલ કરવામાં આવી અને તેમને સાફ કર્યું કે તેઓ આ આર્ટિકલની વિરુદ્ધમાં છે. પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિક ઘ્વારા સાફ જણાવી દેવામાં આવ્યું છે કે આવું કઈ પણ થવાનું નથી. તેમને કહ્યું કે અફવાહોને ખબરનું નામ આપવામાં આવી રહ્યું છે.

English summary
Governor appealed to ppl that induction of forces be seen only in context of conducting elections: Satya Pal Malik.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X