For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Old Pension Scheme: જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી

અસાદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં જૂની પેંશન યોજના બાબતે સવાલ કર્યો હતો જેના જવાબમાં ડૉ ભાગવત કરાડે સરકારની આ મામલે શું નીતિ છે તે બાબતે ખુલાસો કર્યો.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કર્મચારીઓ જૂની પેન્શન યોજનાઓ લાગૂ કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાનો કોઈ વિચાર કરવામાં નથી આવી રહ્યો. નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રી ડૉ ભાગવત કરાડે લોકસભામાં અસાદુદ્દીન ઓવૈસીએ પુછેલા સવાલના જવાબમાં આ બાબતે જણાવ્યું હતું.

old pension scheme

અસાદુદ્દીન ઓવૈસીએ કરેલા સવાલો

  • શું એકેય રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના ફરીથી શરૂ કરવા અથવા તો તે સંબંધી અહેવાલ લેવામાં આવ્યો છે?
  • શું કોઈ રાજ્યોએ સરકારને જૂની પેંશન યોજના શરૂ કરવા માટે રાષ્ટ્રીય પેંશન યોજનાના પૈસા પાછા માંગ્યા છે? જો હાં તો તે સંબંધી શું રિપોર્ટ છે અને તેના પર સરકારની પ્રતિક્રિયા શું છે?
  • જે રાજ્યોએ જૂની પેંશન યોજના શરૂ કરી છે તેમને એનપીએસના પૈસા એનપીએસના પૈસા પરત આપવા માટે સરકાર દ્વારા શું નિર્ણય લેવાયો અથવા તો લેવાઈ રહ્યો છે?
  • શું સરકાર નજીકના ભવિષ્યમાં જૂની પેંશન સ્કીમ લાગૂ કરવા પર વિચારી રહી છે, અને જો હાં તો તે સંબંધી રિપોર્ટ શું છે?

ઉપરોક્ત સવાલોના જવાબમાં નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોએ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેંશન પ્રણાલી (Old Pension Scheme) ફરી શરૂ કરવા માટે પોતાના નિર્ણય વિશે કેન્દ્ર સરકાર/ પેન્શન ફંડ રેગ્યુલેટર અને વિકાસ સત્તામંડળ (PFRD)ને સૂચિત કર્યા છે.

પંજાબ સરકારે 18 નવેમ્બર 2022ના રોજ પોતાના સરકારી કર્મચારીઓ, જેમને વર્તમાનમાં રાષ્ટ્રીય પેંશન પ્રણાલી (NPS) અંતર્ગત કવર આપવામાં આવી રહ્યું છે, જેના માટે ઓપીએસનું અમલીકરણ કરવા બાબતે સૂચના જાહેર કરવામાં આવી છે.

રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોએ સંબંધિત રાજ્ય સરકારોએ સરકારોએ NPS હેઠળ સબસ્ક્રાઇબર્સના સંચિત કોર્પસને સંબંધિત રાજ્ય સરકારોને પરત કરવા માટે કેન્દ્ર સરકાર/PFRDને દરખાસ્તો મોકલી છે. પંજાબ રાજ્ય સરકાર તરફથી આવી કોઈ દરખાસ્ત પ્રાપ્ત થઈ નથી.

રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોના પ્રસ્તાવ પ્રત્યેના ઉત્તરમાં PFRDAએ સંબંધિત રાજ્ય સરકારોને સૂચિત કરી છે કે PFRDA રેગ્યુલેશન 2015 સાથે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013 અને સમયાંતરે સુધારેલા અન્ય સંબંધિત નિયમો હેઠળ, ભંડોળ જે NPS ની તરફેણમાં પહેલાથી જ જમા થયેલ છે, સરકારી યોગદાન અને કર્મચારીઓના યોગદાન બંને સ્વરૂપે, ઉપાર્જિત વ્યાજ સાથે, રાજ્ય સરકારને તબદીલ કરવામાં આવશે. તેને સરકારને પરત કરવાની અને તેને પરત જમા કરવાની કોઈ જોગવાઈ નથી.આ ઉપરાંત ેતમણે જણાવ્યું કે જૂની પેંશન યોજાન ફરી શરૂ કરવા બાબતે સરકાર કોઈ વિચાર નથી કરી રહી.

English summary
Govt not considering about old pension scheme bhagwat karad replied in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X