For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં એન્ટી રેપ લૉ બિલ પર બબાલ જારી

|
Google Oneindia Gujarati News

anti rape bill
નવી દિલ્હી, 19 માર્ચ: ભારતની રાજધાની દિલ્હીમાં એક પેરામેડિકલ વિદ્યાર્થિનીની સાથે થયેલા સામુહિક બળાત્કાર કાંડે આખાને દેશને હલાવી નાખ્યો હતો. ત્યારબાદથી સરકાર દ્વારા એન્ટી રેપ લૉ બનાવવાની પ્રક્રિયા જારી છે. આ સંબંધમાં અત્યાર સુધીની કાર્યવાહીમાં સરકાર આ બિલને આજે લોકસભામાં રજૂ કરવા જઇ રહી છે. જેમાં ભારે શરૂઆતી વિવાદ બાદ સહમતિ બનતી દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ જે એસ વર્મા કમેટીના અહેવાલમાં સહમતિથી સેક્સ કરવાની ઉંમર 16 વર્ષની કરવામાં આવી હતી. લગ્નની ઉંમર 18 વર્ષની હોવાથી રાજનૈતિક દળો સહમત ન્હોતા થઇ રહ્યા.

વિપક્ષી રાજનૈતિક દળોના વિરોધના પગલે હવે સહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બિલના વિવાદાસ્પદ મુદ્દામાં કોઇ મહિલાને જોવા પર ગૂનો ઘણાશે નહી. જ્યારે કોઇ મહિલાનો પીછો કરવાથી પહેલીવાર તો જામીન મળી જશે પરંતુ બીજી વખત એવું કરવાથી બિનજામીની ધરપકડ થશે.

કોઇ મહીલાની તેની પરવાનગી વગર તેની તસવીર લઇને તેનો પ્રસાર પસાર કરનારને ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત રાજનૈતિક પાર્ટિઓએ આ કાનૂનનો દૂરઉપયોગ રોકવા માટે યોગ્ય પ્રાવધાન રાખવાની માગ કરી છે.

દેશમાં બળાત્કારની વધતી જતી ઘટનાઓના પગલે મહિલાઓની સુરક્ષાને લઇને સરકાર પર દબાણ છે. માટે આ બિલના દુરઉપયોગને રોકવા માટે યોગ્ય પ્રાવધાન કરવાની જરૂરિયાત છે, જેના કારણે કાનૂન એક તરફી ન બની જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં આ બિલ અંગે ભારે ચર્ચા જારી છે. જેના પગલે એક વખત સંસદની કાર્યવાહી પણ ઠપ કરવામાં આવી હતી.

English summary
Government will put Anti Rape Law bill at Loksabha today. Everybody is hoping that it will be accepted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X