For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાબાશ, એક દિવસમાં 1000 ભૂખ્યા લોકોને મફતમાં ખાવાનું ખવડાવ્યું

ગરીબોને દાન કરવું અને ભૂખ્યાઓને ખાવાનું ખવડાવવું માનવ સેવાનું સૌથી મોટું કામ છે. આવા નિસ્વાર્થ ભાવ સાથે એક વ્યક્તિએ એક દિવસમાં 1000 કરતા પણ વધારે ભૂખ્યા લોકોને ખાવાનું ખવડાવ્યું.

|
Google Oneindia Gujarati News

ગરીબોને દાન કરવું અને ભૂખ્યાઓને ખાવાનું ખવડાવવું માનવ સેવાનું સૌથી મોટું કામ છે. આવા નિસ્વાર્થ ભાવ સાથે એક વ્યક્તિએ એક દિવસમાં 1000 કરતા પણ વધારે ભૂખ્યા લોકોને ખાવાનું ખવડાવ્યું. આજે લોકો તેના આ કામની સરાહના કરી રહ્યા છે. તેને આ કામ સાથે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેના આ કામને 'યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ' માં શામિલ કરવામાં આવ્યું છે. તેના માટે સંસ્થા ઘ્વારા તેને સમ્માનિત પણ કરવામાં આવ્યા છે. તેમનું નામ ગૌતમ કુમાર છે અને તેઓ હૈદરાબાદમાં રહે છે. ગૌતમ વર્ષ 2014 થી એક એનજીઓ ચલાવી રહ્યા છે જેનું નામ 'સર્વ નિડ઼ી' છે.

ગૌતમે ત્રણ જગ્યાએ લોકોને ખાવાનું ખવડાવ્યું

ગૌતમે ત્રણ જગ્યાએ લોકોને ખાવાનું ખવડાવ્યું

ગૌતમ કુમારે રવિવારે ત્રણ અલગ અલગ જગ્યાએ લોકોને ખાવાનું ખવડાવ્યું. સૌથી પહેલા તેને હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં લોકોને ભોજન કરાવ્યું, ત્યારપછી રાજેન્દ્ર નગર અને છેલ્લે અમ્મા નન્હા અનાથ આશ્રમમાં ભોજન કરાવ્યું. રેકોર્ડ સ્થાપિત તેમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 'યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ' ના ભારતીય પ્રતિનિધિ કેવી રામન્ના રાવ અને તેલંગાણા પ્રમુખ ટીએમ શ્રીલતા હાજર હતા.

શુ કહ્યું ગૌતમ કુમારે?

શુ કહ્યું ગૌતમ કુમારે?

ન્યુઝ એજેન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ગૌતમ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને વર્ષ 2014 દરમિયાન Serve Needy સંગઠનની શરૂઆત કરી હતી. હવે અમારી પાસે લગભગ 140 સ્વયંસેવકો છે, જેઓ સતત કામ કરી રહ્યા છે. વર્ષ 2014 થી અમે સામાજિક કામો કરી રહ્યા છે. પરંતુ આજે અમે 1000 કરતા પણ વધારે લોકોને ભોજન કરાવ્યું, જે વર્લ્ડ રેકોર્ડમાં શામિલ થઇ ગયું છે.

કોઈ ભૂખ્યું નહીં સુવે, તે સંકલ્પ સાથે સંગઠનની શરૂઆત

કોઈ ભૂખ્યું નહીં સુવે, તે સંકલ્પ સાથે સંગઠનની શરૂઆત

ગૌતમ કુમારે આ સંગઠનની શરૂઆત એકલા હાથે જ કરી હતી જેમાં હવે ઘણા સ્વંસેવકો જોડાઈ ગયા છે. ગૌતમ કુમારે કહ્યું કે તેમને આ સંગઠનની શરૂઆત આ સંકલ્પ સાથે કરી હતી કે કોઈ ભૂખ્યું નહીં સુવે. અમે વધારે લોકોને ભોજન કરાવી શકીયે અને અમે સતત તે દિશામાં આગળ વધી રહ્યા છે.

English summary
Gowtham Kumar Sets World Record For Serving Food To 1,000 People In One Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X