• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ન્યાયની અદાલતો માટે ઉત્તમ માપદંડોથી ગ્રેડીંગ કરવું જોઇએ : નરેન્દ્ર મોદી

|
narendra-modi
નવી દિલ્હી, 8 એપ્રિલ : ગુજરાતે નવા આયામોથી ન્યાય પ્રક્રિયામાં સુધારાત્મ્ક પગલાંઓની સફળતારૂપ પહેલ કરી છે એ બાબતને રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી રાજ્યના મુખ્યામંત્રીઓ અને વડી અદાલતોના મુખ્યં ન્યારયધીશોની પરિષદમાં વધુ ગુણવત્તાસભર ન્યાયની પ્રક્રિયા માટે ન્યાય પ્રણાલીમાં ગુણાત્માક ન્યાયિક સુધારા (જ્યુડીશીયલ રીફોર્મ)ની પ્રેરક હિમાયત કરી હતી.

ભારતની ન્યાય પ્રણાલીમાં જુદી જુદી અદાલતોનું તાલુકાથી લઇને રાજ્ય સ્તર સુધી ગ્રેડીંગ કરવાનું પ્રેરક સૂચન કરતાં તેમણે જણાવ્યું કે કોર્ટની વિવિધ કેટેગરીના ગ્રેડીંગ માટે સ્ટાન્ડર્ડાઇઝેશનના પેરામીટર્સ નક્કી કરવા જોઇએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતની અદાલતોએ અનેક દુરોગામી અસરોવાળા અને પ્રભાવક એવા ઉત્તમ ચુકાદાઓ આપેલા છે. આવા ચુકાદાઓની ન્યાયિક અસરો અને સમાજ સ્વીકૃત્તિ માટે લોકશિક્ષણ જરૂરી છે અને ટેકનોલોજી દ્વારા તેના માટે વ્યાપક પ્લેટફોર્મ ઉભું કરી શકાય તેમ છે.

દેશમાં સામાન્ય નાગરિક અને ગરીબ માનવીને પોષાય તેવો અને સમયસર ન્યાય મળી રહે છે તેવી અનુભૂતિ જો આપણે કરાવવી હોય તો વર્તમાન ન્યાય પ્રક્રિયા અને વ્યવસ્થાપન બેન્નેમાં ગુણાત્મક સુધારાની જરૂરિયાત છે. ગુજરાતમાં ન્યાયતંત્ર અને રાજ્ય સરકારની આ દિશામાં સકારાત્મક ભૂમિકાને કારણે ન્યાય પ્રક્રિયામાં માળખાગત સુધારા અને ન્યાયમાં વિલંબ નિવારવાની અનેક પહેલ કરવામાં આવી છે તેના ફળદાયી પરિણામો મળ્યા છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન ર્ડા.મનમોહનસિંહના અધ્યક્ષ સ્થાંને મળેલી આ ન્યાય વિષયક રાષ્ટ્રીય પરિષદમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અલ્તએસ કબીર અને ભારત સરકારના કાનૂન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીએ ફાસ્ટ્ ટ્રેક કોર્ટની જરૂરિયાત અંગે ભારત સરકારને અનુરોધ કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ફાસ્ટ્ટ્રેક કોર્ટનો પ્રોજેકટ બંધ કરી દીધો છે તે અંગે પુનઃવિચારણા કરવાની આવશ્ય‍કતા છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત સરકારે શરૂ કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજના એકાએક બંધ કરી દેવામાં આવી અને સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીથી તેની મુદતમાં કરાયેલો વધારો પણ માર્ચ-2011ની સમયાવધિ સુધીનો જ હતો. તેના પરિણામે હાલ દેશમાં ફાસ્ટસટ્રેક કોર્ટની કેન્દ્રની યોજના બંધ પડેલી છે. ગુજરાતમાં 166 જેટલી ફાસ્ટલટ્રેક કોર્ટ કાર્યરત હતી જેમાં 4 લાખ જેટલા કેસોનો નિકાલ થયો હતો. સામાન્ય માનવીને પણ આ કોર્ટમાં ઝડપી ન્યાયનો વિશ્વાસ હતો તેમ છતાં આ યોજના બંધ કરી દેવામાં આવી ત્યાસરે ગુજરાત સરકારે તેના પોતાન ભંડોળમાંથી 45 ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલુ રાખી છે.

આ સંદર્ભમાં કેન્દ્રિય કાયદા મંત્રીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની ઉપીયોગીતા અંગેનરેન્દ્ર મોદીની રજૂઆતોને સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રીએ વર્ષ-2009માં આજ પ્રકારની ન્યાય વિષયક રાષ્ટ્રીય પરિષદમાં ગ્રામ ન્યાયાલયની યોજના શરૂ કરવાની જે બાબત ચર્ચામાં આવી હતી તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું ગ્રામ ન્યાયાલયનો પ્રકલ્પ ફળદાયી બન્યો નથી અને તે વખતે તેમણે જે શંકા વ્યકત કરી હતી તે સાચી પડી રહી છે. દેશના માત્ર ચારેક રાજ્ય માં જ 152 જેટલા ગ્રામ ન્યાશયાલયો ચાલે છે પરંતુ તેના સક્ષમ વિકલ્પ રૂપે ગુજરાત સરકારે તાલુકા કોર્ટના વ્યાપક નેટવર્કની વ્યવસ્થા વિકસાવી છે.

આ તાલુકા કોર્ટ દ્વારા સમયાંતરે સપ્તાહમાં એકવાર મોબાઇલ કેમ્પન કરીને તાલુકા કક્ષા સુધી ન્યાયાલયની પ્રક્રિયાનું નેટવર્ક ઉભુ કરી શકાય તેમ છે. આમ ગ્રામ ન્યાયાલયને બદલે મુખ્યમંત્રીએ તાલુકા કોર્ટને ઉત્તમ વિકલ્પે તરીકે સ્વીકારવાનો અનુરોધ કર્યા હતો. આ સંદર્ભમાં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ તાલુકા કોર્ટની ઉપિયોગતાને સમર્થન આપતાં જણાવ્યું કે, રાજ્યમમાં 183 તાલુકાઓમાં તાલુકા અદાલતો કાર્યરત છે અને બાકીના તાલુકાઓમાં પણ આવી અદાલતો કાર્યરત કરાશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આના પરિણામે સામાન્ય માનવીને 20 કી.મી.ના પરિઘમાં અદાલતની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. કેન્દ્રીય કાનૂન મંત્રીએ તાલુકાના કોર્ટના પ્રકલ્પ સાથે સહમત થતાં પ્રાથમિક તબક્કે મોબાઇલ તાલુકા કોર્ટ શરૂ કરવાની નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં સાંધ્ય અદાલતો (ઇવનીંગ કોર્ટ)ની સફળતાને પ્રેરક ગણાવતા જણાવ્યું કે રાજ્યમાં 102 જેટલી સાંધ્ય અદાલતો દ્વારા અત્યાર સુધીમાં નવ લાખ જેટલા કેસોમાં ગરીબોને ન્યાય આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાતે સાંધ્ય અદાલતોની બાબતમાં પહેલ કરી છે. નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા તેમણે અદાલતોમાં કેસોના ભરાવા અને ન્યાયતંત્ર ઉપર કેસોના ભારણ તથા પડતર કેસોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા ત્રણ પ્રકારના સૂચનો કર્યા હતાં. જેમાં અદાલતોના રોજીંદા કામકાજના સમયમાં વધારો કરવો, સાંધ્ય અદાલતો સ્થાપવી અને અદાલતોના વેકેશન સમયમાં ઘટાડો કરવો જેવાં સૂચનો હતાં.

ગુજરાતમાં ન્યાયતંત્રના સહયોગથી આ ત્રણેય બાબતોમાં પહેલ કરવામાં આવી અને તેના ફળદાયી પરિણામો પણ મળ્યા છે. ઇનફોર્મેશન ટેકનોલોજીનો અદાલતોની ન્યાયિક પ્રક્રિયા અને વ્યવસ્થાપનમાં ઉપયોગ કરવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યનમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની વડી અદાલતે સુગ્રથિત એવું કોમ્યુટર ટેકનોલોજી નેટવર્ક કાર્યરત કર્યું છે તેનો ન્યાય સંબંધિત સૌને લાભ મળ્યો છે. મોટા ભાગની જિલ્લા અદાલતો જી-સ્વાન કનેક્ટિવીટીથી જોડાયેલી છે અને રાજ્યની બધીજ તાલુકા કક્ષાની અદાલતોના બાર એસોસીએશન માટે લો-ના પુસ્તાકની ઇ-લાયબ્રેરીનું નેટવર્ક પણ ઉભુ કરેલું છે.

મુખ્યમંત્રીએ અદાલતોના ન્યાયાધિશો માત્રને માત્ર ગુણવત્તાસભર ન્યાય પ્રણાલી પ્રક્રિયામાં સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે કોર્ટ મેનેજમેન્ટનના ન્યાયિક સુધારાનું સૂચન કરતાં જણાવ્યું કે, અદાલતોમાં નોન-જ્યુયડિશીયલ સ્ટાફ નીમીને કોર્ટ મેનેજમેન્ટની અલગ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. ગુજરાતે પણ આ દિશામાં પહેલ કરી છે અને હાઇકોર્ટમાં બે કોર્ટ મેનેજર તથા પ્રત્યેક જિલ્લા અદાલતોમાં એક-એક એમ કુલ 25 કોર્ટ મેનેજરની નોન જ્યુડિશીયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ વર્તમાન યુગમાં ગુનાઓની માનસિકતામાં ટેકનોલોજીનો ઉપયોગ અને સાયબર ક્રાઇમ જેવા સંકુલ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે તેવા સ્વરૂપના ક્રાઇમ ડીટેકશન માટે વૈજ્ઞાનિક ધોરણે ન્યાયિક પ્રક્રિયાના પ્રશિક્ષણની આવશ્યયકતા છે તેમ જણાવી આ સંદર્ભમાં ગુજરાતમાં ફોરેન્સી ક સાયન્સ લેબોરેટરી અને રક્ષાશકિત યુનિવર્સિટીના સંયોજનથી ન્યાયતંત્ર માટે પણ વિશેષ પ્રકારની તાલીમનું વ્યવસ્થાપન કરેલું છે. અન્ય‍ રાજ્યની ન્યાય અદાલતો પણ તેનો લાભ લે તે અંગે તેમણે સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની અદાલતોમાં પ્રાદેશિક ભાષામાં ન્યાયની પ્રક્રિયા અને સુનવણી હાથ ધરવા માટેની સુધારણા અંગે પણ ભારપૂર્વક હિમાયત કરતાં જણાવ્યું કે ભારતના બંધારણમાં પણ દેશની પ્રાદેશિક ભાષાના મહત્તમ ઉપયોગ માટે સ્પષ્ટ નિર્દેશ કરેલા છે ત્યાંરે ન્યાયિક અદાલતોમાં પક્ષકારો અને સામાન્ય માનવીને સમજણ પડે તેવી પ્રાદેશિક ભાષામાં ન્યાય પ્રક્રિયાનું કામકાજ થવું જોઇએ.

મુખ્યમંત્રીએ જુવેનાઇલ જસ્ટીસ અને બાળકો સંબંધી ગુનાઓ માટે ન્યાયીક પ્રક્રિયામાં ગુણવત્તાસભર સુધારા અને વ્યવસ્થાપન અંગે પ્રેરક સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, દેશમાં ચિલ્ડ્રાન ઓબ્ઝર્વેશન હોમ, ઓલ્ડ એજ હોમ, બાળ સંરક્ષણ ગૃહો જેવી જુદી જુદી વ્યવસ્થાઓ છે. તેને એક જ છત્ર નીચે લાવીને એક જ કેમ્પસમાં આવા બાળકોનો સંસ્કાર સિંચન અંગે અને સુધારાત્મક પગલાંઓ અંગેની વ્યવસ્થા વિકસાવવી જોઇએ. ગુજરાતે આ દિશામાં પણ પહેલ કરી છે. ગુમ થતાં બાળકોના ટ્રેસિંગ માટે તેમણે ટેકનોલોજીની વ્યવસ્થા ઉપર ભાર મૂકયો હતો અને એવું સૂચન કર્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં અનાથ આશ્રમો, બાળ સંરક્ષણ ગૃહો અને ઓબ્ઝર્વેશન હોમમાં જે બાળકો મળી આવે છે તેની ડેટા બેંક તૈયાર થવી જોઇએ. ભારત સરકારે આ માટે ટેકનોલોજી આધારિત અલાયદુ મિકેનિઝમ ઉભુ કરવું જોઇએ.

આ પરિષદમાં ગુજરાતના કાયદામંત્રી ભૂપેન્દ્રજસિંહ ચુડાસમા, રાજ્યના મંત્રી પ્રદિપસિંહ જાડેજા, કાયદા સચિવ, તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ જી.સી.મુર્મુ અને ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત નિવાસી આયુકત ભરત લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Grading criteria for Court of Justice to be best: Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more