For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ પર મંત્રીમંડળની આજે થશે મહત્વની બેઠક, બિપિન રાવત પણ રહેશે હાજર

કોરોના સંકટ વિશે આજે યુનિટન ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક થશે જેનુ નેતૃત્વ આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન કરશે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વિશે આજે યુનિટન ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક થશે જેનુ નેતૃત્વ આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન કરશે. માહિતી મુજબ બેઠકમાં કોરોના વાયરસના ખતરાનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા થશે. મંત્રીમંડળની આ બેઠકમાં સીડીએસ બિપિન રાવત પણ શામેલ થશે. આ પહેલા કોરોના વાયરસ વિશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને પણ મંત્રીમંડળની એક બેઠક થઈ હતી.

yashvant sinha

આ બેઠકમાં લૉકડાઉન વિશે ચર્ચા અને આગળની રણનીતિ પર વાત થશે. સાથે જ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વિશે પણ ચર્ચા થઈ શકે છે. વાયરસા સંક્રમણને ફેલાતો રોકવા માટે લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. લૉકડાઉનનો પહેલો તબક્કો 14 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. પીએમ મોદીએ 15 એપ્રિલથી લંબાવાયેલા લૉકડાઉનમાં શરતોને આધીન છૂટ આપવાની વાત પણ કહી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે 20 એપ્રિલ સુધી દેશના દરેક રાજ્ય, દરેક કસ્બા, દરેક જિલ્લાનુ મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ જ છૂટ આપવા અંગે વિચાર કરવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોનાના નવા કેસ સામે આવતા ન હોય તે વિસ્તારોને છૂટ આપવામાં આવશે. લૉકડાઉન લંબાવ્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ જારી કરી દેવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે બધા ધાર્મિક સ્થળ લૉકડાઉન દરમિયાન બંધ રહેશે.

3 મે સુધી કોઈ પણ પ્રકારની ધાર્મિક સભાઓને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. ખાવાપીવા અને દવા બનાવનારી તમામ ઈન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. અમુક રાજ્યોમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાના ઉત્પાદનનો સામાન સ્થાનિક બજારોમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કોરોનાનો ઈલાજ કરતી બધી સરકારી હોસ્પિટલો કે એની સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ, સરકારી કાર્યાલય, રસોઈ ગેસ એજન્સીઓના કાર્યાલય, પેટ્રોલ પંપ, મંડીઓ, પેથોલૉજી, ડાયાગ્નોસ્ટિક સેન્ટર્સ પોતાની સેવાઓ આપતા રહેશે.

આ પણ વાંચોઃ Covid-19 Update: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 12380 થઈ, 414ના મોતઆ પણ વાંચોઃ Covid-19 Update: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 12380 થઈ, 414ના મોત

English summary
Group of Ministers to review situation across India, cds vipin rawat will join too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X