સ્વામીએ રાહુલને કોર્ટમાં લડવા ફેંક્યો પડકાર

સ્વામીએ ગુરૂવારે પત્રકારોને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરનારી કંપનીના અધિગ્રહણને લઇને સવાલ ઉઠાવી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસે કંપનીને 90 કરોડથી પણ વધારેની લોન આપી છે. આ આરોપ બાદ રાહુલ ગાંધીના કાર્યાલયે સ્વામીને પત્ર પાઠવીને તેમની પર માનહાનીનો દાવો કરીને કાનૂની પગલાં ભરવાની ચેતવણી આપી હતી.
સ્વામીએ આ અંગે પલટવાર કરતા ટ્વિટર પર લખ્યું હતું કે 'આ બુદ્ધૂને માનહાનિના કાનૂનની જાણકારી મેળવવાની જરૂર છે. પબ્લિક સર્વન્ટ અને સાંસદ હોવાના નાતે તેમણે સાબિત કરવું પડશે કે મે જે કઇ પણ કહ્યું તે ખોટું છે, મારે એ સાબિત કરવાની જરૂર નથી કે મે જે કઇ કહ્યું કે સાચું છે.'
સાથે સાથે તેમણે તેમના પર માનહાનિનો દાવો કરવાની ધમકી આપવાના અહેવાલ પર પલટવાર કર્યો કે રાહુલ ગાંધી મારી સામે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરે અને કોર્ટમાં મારી સામે લડી બતાવે.












Click it and Unblock the Notifications
