વસ્તુ અને સેવા કર પરિષદ (GST કાઉન્સિલ)ની આજે 22મી બેઠક છે. આ બેઠકમાં નિકાસકારોના નાણાં ઝડપથી પાછા આવે તેવા નિયમો સાથે કેટલાંક અંશે વેપારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ 22મી બેઠક પર અધિકારીઓ દ્વારા જીએસટી બેઠકમાં આકંલન અને સુધારના કામ પર ચર્ચા કરવામાં આવશે. સરકારી સુત્રોથી જણવા મળેલી વાત મુજબ નિકાસકારોના મુદ્દાઓ પર મહેસૂલ સચિવ હસમુખ અઘિયાની અધ્યક્ષતામાં સ્થાપવામાં આવેલી સમિતિ તેનો પ્રારંભિક રિપોર્ટ આજે રજૂ કરશે. પાયાના આધારે કાઉન્સિલ નિકાસકારો માટે કેટલીક ભલામણો કરશે જેથી કાર્યકારી મૂડી જે રિફંડમાં લૉક કરવામાં આવે છે તે ટૂંક સમયમાં રિલીઝ કરી શકાય.
સીબીઇસીની પરિષદે તે નક્કી કર્યું છે કે તે 10 ઓક્ટોબરે નિકાસકારોને આઇજીએસટી રિફંડ રજૂ કરવા માટે તૈયાર કરશે. ગત મહિને થયેલી રાજસ્વ સચિવ સાથેની બેઠકમાં નિકાસકારોએ જીએસટીમાં અનુમાનિત રાશી 65,000 કરોડ રૂપિયાથી વધુ હોવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. સીએનબીસી-ટીવી 18ના રિપોર્ટ મુજબ જીએસટી પરિષદ કંપોજીશન સ્કીમ હેઠળ નામાંકન આપવા માટે નોંધણી કરાવવા મામલે વિચાર કરી શકે છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના નેતૃત્વમાં જીએસટીની ભૂલો પર વિચાર કરવામાં આવશે અને પોર્ટલ દ્વારા અન્ય મંત્રીઓને પણ તેના કામકાજ અને જીએસટી પરિષદ અંગે પોર્ટલ દ્વારા જાણકારી આપવામાં આવશે.