
GSTના કારણે વેપારીઓએ આજે જાહેર કરી હડતાલ
30 જૂનથી અડધી રાતે જીએસટી લાગુ થવાનું છે. આ પહેલા સરકારના નવા કાનૂનના વિરોધમાં આજે દેશભરના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. અને નાના મોટા તમામ વેપારીઓએ આ બંધનું સમર્થન કર્યું છે. સરકાર જ્યાં જીએસટીને લઇને આર્થિક વિકાલની વાતો કરી રહી છે ત્યાં જ બીજી તરફ તેનો જોરદાર વિરોધ પણ ચાલી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી સમેત અનેક વેપારીઓ બંધ દ્વારા આજે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે જીએસટી દરોને લઇને તેમનો વિરોધ છે. ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામ બિહારી મિશ્રાએ જણાવ્યું કે સરકાર તરફથી તેમની પર હડતાલ પાછી ખેંચવાનો દબાવ બનાવવામાં આવી રહ્યો છે પણ તે કોઇ પણ રીતે આ મામલે સમજૂતિ નથી કરવા ઇચ્છતા.
ઉલ્લેખનીય છે કે જીએસટીના આવવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી લાગુ પડતા 15થી વધુ ઇનડાયરેક્ટ ટેક્સ બદલાઇ જશે. જીએસટી સમગ્ર ભારતમાં એક સાથે પહેલી જુલાઇથી લાગુ થવાનો છે. જીએસટીથી જ્યાં અનેક સેવાઓ અને વસ્તુઓ પર લાગતો ટેક્સ પૂર્ણ થઇ જશે ત્યાં જ વન નેશન વન ટેક્સની વિચારધારા સાથે જ દેશનું આર્થિક તંત્ર કામ કરશે. પણ વેપારીઓના મત અલગ અલગ વસ્તુઓ પર લાગતા અલગ અલગ દર તેમની મુશ્કેલીઓ વધારી રહ્યો છે. જેના કારણે તે આજે વિરોધ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ સુરત સમતે અનેક જગ્યાએ વેપારી મંડળો લાંબા સમયથી આ વાતો વિરોધ કરી રહ્યા છે.