For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: પ્રાઈવેટ હોસ્પિટલ, ડૉક્ટર્સ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ

Coronavirus: પ્રાઈવેટ હોસ્પિટલ, ડૉક્ટર્સ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના સતત વધતા ખતરાને જોતા સરકાર તરફથી તમામ ડૉક્ટર્સ અને પ્રાઈવેટ હોસ્પિટલ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે કોરોનાના કોઈપણસંદિગ્ધને ટ્રીટ કરવો. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું કે કોઈપણ દર્દીમાં કોરોનાના લક્ષણ દેખાવા પર તેને અલગ રાખવામાં આવે તે જરૂરી છે અને તેને યોગ્ય ઉપચાર આપવામાં આવે. એવામાં પ્રાઈવેટ સેક્ટરનો પણ તેમાં મહત્વનો રોલ છે.

coronavirus

ગાઈડલાઈન મુજબ આ તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલો, ચિકિત્સા અધિકારીઓ અને આયુષ અંતર્ગત રજિસ્ટર ડૉક્ટરો માટે જરૂરી છે કે કોવિડ 19 સંક્રમણનો મામલો સામે આવવા પર જિલ્લાની સર્વેલાંસ યૂનિટનો સંપર્ક કરે. બધા ડૉક્ટર્સ પાસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ભરાવાઈ રહ્યા છે. વિદેશથી યાત્રા કરી આવ્યો હોય તેવો કોઈપણ સંદિગ્ધ દર્દીની આ ફોર્મમાં જાણકારી આપવાની રહેશે.

કોઈ વ્યક્તિએ કોરોના પ્રભાવિત દેશની 14 દિવસમાં યાત્રા કરી હોય અને તેમાં કોવિડ 19ના લક્ષણ દેખાય તો એવામાં તે વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં આઈસોલેટ કરવાનો રહેશે અને તેની તપાસ કરાવવી પડશે. આવા બધા મામલાની જાણકારી રાજ્ય હેલ્પલાઈન અને રાષ્ટ્રીય હેલ્પલાઈન 1075 પર આપવી પડશે.

જણાવી દઈએ કે ભારતમાં કોરોનાના મામલા સતત સામે આવી રહ્યા ચે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ બુધવારે દેશના વિવિધ ભાગોમાં કોરોનાવાઈરસ સંક્રમણના 10 નવા મામલા સામે આવ્યા બાદ આ ઘાતક વિષાણુથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 147 થઈ ગઈ છે. આ વાઈરસને પગલે ત્રણ લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે.

Coronavirus Update: 18 માર્ચે 262 લોકોના મોત, નવા 5391 કેસ નોંધાયાCoronavirus Update: 18 માર્ચે 262 લોકોના મોત, નવા 5391 કેસ નોંધાયા

English summary
Guidelines for notifying COVID-19 affected persons by Private Institutions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X