For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણ માટે મોદીને દોષી ગણવા અયોગ્ય: રાજનાથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર : બીજેપી પ્રમુખ રાજનાથ સિંહે ગુજરાતમાં 2002ના રમખાણને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી જણાવ્યું કે એ રમખાણો માટે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દોષી માનવા યોગ્ય નથી.

તેમણે કોંગ્રેસ અને કેટલાક અન્ય દળો પર દેશને ધાર્મિક આધાર પર વહેંચવાનો આરોપ લગાવ્યો. રાજનાથે રવિવારે જણાવ્યું કે 'ગુજરાત પણ આપણા રાજ્યોમાંથી એક છે. હું માનું છું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ વાતથી કોણ સહમત નહીં થાય? પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જાણે રમખાણોની યોજના તેમણે જ બનાવી હોય.'

narendra modi
રમખાણો પાછળ મોદીનો હાથ હોવાના આરોપ અંગે તેમણે જણાવ્યું કે મોદીની સાથે તેમની ખાનગી વાતચીતમાં તેમણે મુખ્યમંત્રીના ચહેરા પરના ભાવ વાંચવાનો પ્રયાસ કર્યો. તેઓ ખૂબ જ દુ:ખુ દેખાતા હતા. લોકોની સાથે ખબર નથી શું ગડબડ છે. શું આ રાજનીતિ છે.'

તેમણે જણાવ્યું કે રાજ્યના મુસ્લિમોને પૂછવું જોઇએ કે શું તેઓ બીજેપીના શાસનમાં ભેદભાવનો અનુભવ કરે છે. તેમણે કોંગ્રેસ દ્વારા બ્રિટિશ શાસનની 'ડિવાઇડ એન્ડ રૂલ'ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો અને તેની નિંદા કરી.

બીજેપી પ્રમુખે જણાવ્યું કે 'કોંગ્રેસે ભલે બ્રિટેનની કોઇ અન્ય નીતિ અપનાવી હોય કે નહીં, પરંતુ તેમની પાર્ટીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી લીધી છે. કોંગ્રેસ અને કેટલાં અન્ય રાજનૈતિક દળોએ જ દેશમાં ભાગલાના અંકુર વાવ્યા હતાં.'

English summary
Terming the 2002 Gujarat riots as "unfortunate", BJP President Rajnath Singh today said it was unfair to blame state Chief Minister Narendra Modi for the incident and accused Congress and some other parties of dividing the country on religious lines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X