LIVE
ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામો 2022 LIVE:  હિમાચલના CMનો આજે લેવાશે નિર્ણય, કોંગ્રેસે બોલાવી મીટિંગ

ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામો 2022 LIVE: હિમાચલના CMનો આજે લેવાશે નિર્ણય, કોંગ્રેસે બોલાવી મીટિંગ

Gujarat and Himachal Pradesh Election Result 2022: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને હવે જેની સૌને રાહ હતી તે મતગણતરીનો દિવસ પણ આવી ગયો છે. મતગણતરી માટે ગુજરાતના 33 જિલ્લામાં કુલ 37 મતગણતરી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. જેમાં સુરત અને આણંદમાં 2-2 મતગણતરી કેન્દ્રો, અમદાવાદમાં 3 મતગણતરી કેન્દ્રો તથા અન્ય તમામ જિલ્લામાં એક-એક મતગણતરી કેન્દ્રો ઊભાં કરાયાં છે. ગુજરાતની સાથે જ આજે હિમાચલ પ્રદેશમાં પણ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કઈ પાર્ટીની જીત થઈ?, કયા કયા નેતાઓની નાકની લડાઈ હતી, કોણ કટોકટીમાં હાર્યું કે જીત્યું, કોને સૌથી વધુ મત મળ્યા, કોની-કોની ડિપોઝિટ જપ્ત થઈ વગેરે માહિતી જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

counting

10:39 AM
Dec 9, 2022

સપા પ્રમુખ અખિલેશ યાદવે રામપુરની હાર માટે પોલીસ-પ્રશાસનને જવાબદાર ગણાવ્યુ અને કહ્યુ, 'પોલીસે લોકોને રોક્યા... પ્રશાસન સમાજવાદી પાર્ટીને હરાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યુ હતુ.'

10:06 AM
Dec 9, 2022
પેટા ચૂંટણીના પરિણામો

કુઢની (બિહાર) - ભાજપ પદમપુર (ઓડિશા) - બીજદ સરદાશહર (રાજસ્થાન) - કોંગ્રેસ રામપુર (યુપી) - ભાજપ ખતૌલી (યુપી) - આરએલડી ભાનુપ્રતાપપુર (છત્તીસગઢ) - કોંગ્રેસ મૈનપુરી લોકસભા સીટ - સપા

8:11 AM
Dec 9, 2022
હિમાચલ પ્રદેશ

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ, મુકેશ અગ્નિહોત્રી, ઠાકુર કૌન સિંહ અને આશા કુમારીના નામ પણ સીએમની રેસમાં છે.

8:11 AM
Dec 9, 2022
હિમાચલ પ્રદેશ

કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીની રેસમાં પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહનુ નામ સૌથી આગળ છે.

8:10 AM
Dec 9, 2022
હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની જીત બાદ હવે દરેકની નજર મુખ્યમંત્રીના ચહેરા પર ટકેલી છે. આજે મુખ્યમંત્રીના ચહેરા અંગે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસે તેના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે, જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક શિમલામાં યોજાશે.

8:10 AM
Dec 9, 2022

કોંગ્રેસના નેતાઓએ હિમાચલની જીતનો શ્રેય પ્રિયંકા ગાંધીને આપ્યો

10:46 PM
Dec 8, 2022
હિમાચલ પ્રદેશ
હિમાચલમાં કોંગ્રેસની સરકાર બનશે

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસને 40, ભાજપને 25 અને અપક્ષોને 3 બેઠકો મળી છે.

9:59 PM
Dec 8, 2022
ગુજરાત
શપથવિધિ ક્યારે ?

ગાંધીનગરથી બ્રેકિંગ ન્યૂજ આવી રહ્યા છે, ભાજપની ભવ્ય વિજય બાદ હવે શપથ ગ્રહણનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ગાંધીનગરમાં વિધાનસભા ભવન પાછળ તા.12 ના રોજ બપોરે બે વાગે શપથ વિધિ.

9:55 PM
Dec 8, 2022
ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટનું રિઝલ્ટ, જુઓ કઈ સીટ પર કોણ જીત્યું

ગુજરાત વિધાનસભાની ચૂટણીં ફરી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. અત્યાર સુધીના પરીણામોમાં ભાજપે કુલ 182 બેઠકો પર બહુમતીનો આકડો 92 કરતા બંપર સીટો મેળવી છે. ચૂંટણી આયોગ તરફથી મળતી માહિતી મુજબ 136 સીટો પર જીત મેળવી ચૂકી છે. અને 20 સીટો પર આગળ ચાલી રહ્યો છે. તો કોગ્રેસ 14 સીટો જીતી ચૂકી છે. અને 3 સીટો બર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી ફક્ત 4 બેઠકો જીતી શકી છે અને અપક્ષ ઉમેદવારો 3 સીટ જીતી શક્યા છે.

9:45 PM
Dec 8, 2022
હિમાચલ પ્રદેશ
મુખ્ય પાર્ટીઓ

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં ટૉપ પરફોર્મ કરનાર રાજકીય પાર્ટીઓ

9:20 PM
Dec 8, 2022
હિમાચલ પ્રદેશ
ભાજપ વર્સિસ કોંગ્રેસ

હિમાચલ પ્રદેશમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ, જુઓ ઈન્ફોગ્રાફિક્સ

8:51 PM
Dec 8, 2022
ગુજરાત
તાપીમાં ભગવો લહેરાયો, કોંગ્રેસ-આપના સુપડા સાફ

ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. તાપી જિલ્લામાં ભાજપે ક્લીન સ્વિપ કરી છે જ્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ખાતું પણ નથી ખોલી શકી.

8:01 PM
Dec 8, 2022
ગુજરાત
ગુજરાતની જનતાએ જવાબદારી સોંપી તે બદલ હું આભારી છુંઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતની જનતાએ આટલી મોટી જવાબદારી આપી છે તો આજે હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું, કે તમે આપેલો વિશ્વાસ મોદીજીના નેતૃત્વમાં અમે ક્યારેય તૂટવા નહી દઈએ અને ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધારીશું

8:00 PM
Dec 8, 2022
ગુજરાત
લોકોને યોજનાઓનો લાભ પહોંચાડ્યોઃ ભૂપેન્દ્ર પટેલ

નરેન્દ્રભાઈએ જે-જે યોજનાઓ બનાવી અને તે યોજનાઓ કાર્યકર્તાઓના માધ્યમથી, સરકારના માધ્યમથી, છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેના માટે પ્રયત્ન કર્યો, બાકી યોજનાઓ બને પણ લોકોને લાભ ના મળે તેવી દશા પણ આપણે જોઈ છે

7:59 PM
Dec 8, 2022
ગુજરાત
ભાજપની સરકારે દરેક જનતાની સાથે ઉભવાનો પ્રયત્ન કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

ભાજપના માર્ગદર્સનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે, કોવિડ મહામારીમાં આપણે જોયું જ્યારે મોટા મોટા દેશ થાકી ગયા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વેક્સીનેશન કરાવી, કોઈ ભૂખ્યું ના સુવે તેનું પણ ધ્યાન રાખ્યું. ભાજપનો કાર્યકર્તા કોવિડ જેવી મહામારીમાં પણ પ્રજાની વચ્ચે રહી કામ કરતો હતોઃ ભૂપેન્દ્ર પટેલ

7:58 PM
Dec 8, 2022
ગુજરાત
વિશ્વાસની મહોર લગાવી જનતાએઃ ભૂપેન્દ્ર પટેલ

આજે ગુજરાતની જનતાએ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ, એમની રાજનીતિ, વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિને ફરીથી એક વિશ્વાસની મહોર લગાવી છે

7:57 PM
Dec 8, 2022
ગુજરાત
વિકાસની રાજનીતિ પર જનતાએ વિશ્વાસ મુક્યોઃ ભૂપેન્દ્ર પટેલ

જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે બધાને એમ થાય કે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ લઈને ઝઘડા કરાવાતા, નરેન્દ્ર મોદી જ્યારથી આવ્યા ત્યારથી વિકાસની રાજનીતિ શરૂ કરી અને આજે ગુજરાતનો દરેક નાગરિક આ વિકાસની રાજનીતિને મહોર મારી ફરીથી ભાજપ ઉપર વિશ્વા મુક્યો છે.

7:56 PM
Dec 8, 2022
ગુજરાત
જનતાને સંબોધિ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ

ભાજપનો ધારાસભ્ય હોય, ચૂંટાયેલા કાઉન્સલર હોય, તાલુકા પંચાયતમાં ચૂંટાયો હોય કે પાર્ટીનો કોઈ હોદ્દો ધરાવતો હોય, અથવા ભાજપનો કાર્યકર્તા હોય કોઈ દિવસ ઑફિસમાં બેસીને કામ કરવા ટેવાયેલો નથી તેનું આ પરિણામ છેઃ ભૂપેન્દ્ર પટેલ

7:29 PM
Dec 8, 2022
ગુજરાત
પીએમ મોદી જનતાને સંબોધિત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી કમલમથી જનતા જનાર્દનને સંબોધિત કરતા કહ્યું કે, હું જનતા જનાર્દનનો નતમસ્તક છું. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે, તેની સુગંધ આજે આપણે ચારોતરફ અનુભવ કરી રહ્યા છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક્ષ નથી જીતી ત્યાં ભાજપનો વોટશેર ભાજપ પ્રત્યે સ્નેહનો સાક્ષી છે. હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીની જનતાનો વિનમ્ર ભાવથી આભાર વ્યક્ત કરું છું. ભાજપ પ્રત્યેનો આ સ્નેહ અલગ અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપને જીત મળી છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આગામી દિવસનો સ્પષ્ટ સંકેત કરી રહ્યું છે. આજે હું ચૂંટણી પંચનો પણ આભાર માનું છું. ચૂંટણી દરમિયાન એક બહુ મોટી વાત જેની ચર્ચા થવી જઈતી હતી, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી એકેય પોલિંગ બૂથમાં રિપોલિંગ કરાવવાની જરૂરત નથી પડી.

7:08 PM
Dec 8, 2022
આમ આદમી પાર્ટીએ એમસીડીને વિકાસથી વંચિત રાખ્યો

દિલ્હીની વાત કરું તો કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરી, અહીંની દિલ્હીની સરકારે એમસીડીને 33 હજાર કરોડ આપવાના હતા તેનાથી વંચિત રાખ્યા, 720 કરોડ સ્વાસ્થ્ય માટે આપવાના હતા તે આપવાથી આપ સરકારે એમસીડીને વંચિત રાખ્યા, આ દિલ્હીના હિતકારી બોલે છે તેમણે દિલ્હીનું હનન કર્યું, શિક્ષણના 450 કરોડ રૂપિયા એમસીડીને આપવાના હતા તે આપવાથી એમસીડીને વંચિત રાખ્યાઃ જેપી નડ્ડા

7:07 PM
Dec 8, 2022
હિમાચલ પ્રદેશ
જેપી નડ્ડાનું સંબોધન

કમલમથી જેપી નડ્ડા જનતાને સંબોધી રહ્યા છે. તેમણે હિમાચલ પ્રદેશના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી સરકારમાં આવનાર પાર્ટીનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ સારું કામ કરે, સારા કામમાં વિકાસમાં અમે તેમનો સાથ આપશું.

7:00 PM
Dec 8, 2022
ગુજરાત
કોંગ્રેસની હાર માટે ખુદ પાર્ટી જ જવાબદાર! આ કારણોસર થયું સત્યાનાશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર પટેલની જોડીએ કમાલ કરીને 150 કરતા વધારે બેઠકો પર કેસરીયો લહેરાવામાં મસફળતા મેળવી છે. બીજી તરફ કોગ્રેસ 16 બેઠકોમાં સમેટાઇને રહી ગઇ છે. અને આમ આદમી પાર્ટીના તમામ દાવા ખોટા સાભિત થયા છે.

6:57 PM
Dec 8, 2022
અમદાવાદ જિલ્લામાં ભાજપને 19 બેઠક અને 2 બેઠક કોંગ્રેસને મળી

અમદાવાદ જિલ્લામાં આવેલી 21 બેઠકમાંથી 19 બેઠક ભાજપને અને 2 કોંગ્રેસને મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ અમદાવાદમાં ખુલ્યું નથી. જેમાં દાણીલીમડા અને જમાલપુરમાંથી કોંગ્રેસની જીત થઇ છે. જ્યારે બાકીની તમામ 19 બેઠકો ભરતીય જનતા પાર્ટીએ જીતી છે.

6:48 PM
Dec 8, 2022
હિમાચલ પ્રદેશ
તમારી મહેનત રંગ લાવી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને જનાદેશ આપવા માટે હિમાચલ પ્રદેશની જનતાનો દિલથી આભાર અને અભિવાદનઃ પ્રિયંકા ગાંધી

6:29 PM
Dec 8, 2022
રાજનાથ સિંહ ભાજપ મુખ્યાલય પહોંચ્યા

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ દેશના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ દિલ્હી ખાતે આવેલાં ભાજપ હેડ ક્વાર્ટરે પહોંચ્યા. આજે અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

6:27 PM
Dec 8, 2022
દિલ્હી મુખ્યાલય પહોંચ્યા જેપી નડ્ડા

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી મુખ્યાલયે પહોંચ્યા

6:16 PM
Dec 8, 2022
મહારથીનો મહાસંગ્રામ
બિલાસપુર
ત્રિલોક જામવાલ
ભાજપ
બમ્બર ઠાકુર
કોંગ્રેસ
Vs
હિમાચલ પ્રદેશ : ભાજપના ત્રિલોક જામવાલ કોંગ્રેસના ઉમેદવાર બમ્બર ઠાકુર સામે આગળ છે.
6:00 PM
Dec 8, 2022
ગુજરાત

ભારે રસાકસી બાદ કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની જીત.

5:54 PM
Dec 8, 2022
મહારથીનો મહાસંગ્રામ
દરંગ
પૂરનચંદ ઠાકુર
ભાજપ
કૌલ સિંહ ઠાકુર
કોંગ્રેસ
Vs
હિમાચલ પ્રદેશ : કોંગ્રેસના નેતા કૌલ સિંહ ઠાકુર સામે ભાજપના ઉમેદવાર પુરનચંદ ઠાકુરની જીત
5:54 PM
Dec 8, 2022
મહારથીનો મહાસંગ્રામ
શિમલા
હરીશ જનાર્થ
કોંગ્રેસ
સંજય સૂદ
ભાજપ
Vs
હિમાચલ પ્રદેશ : કોંગ્રેસના હરીશ જનાર્થે શિમલા (શહેરી) વિધાનસભા બેઠક પર તેમના નજીકના ભાજપના હરીફ સંજય સૂદને 3,037 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી.
READ MORE

loader
X