23 ઓક્ટોબરે અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રાજકારણ હમણાં ગરમાયું છે. કોંગ્રેસ પ્રમુખ ભરત સિંહ સોલંકીના કોંગ્રેસમાં જોડાવાના આમતંત્ર પછી અલ્પેશ ઠાકોર, ભરત સિંહ સોલંકી અને અશોક ગહેલોત સાથે દિલ્હી રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચી ગયા છે. જે બાદ અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે 23 ઓક્ટોબરે રાહુલ ગાંધી તેમની ગુજરાત ખાતેની રેલીમાં હાજર રહેશે. અને 23 ઓક્ટોબરે અલ્પેશ ઠાકોર અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે છે કે ભરત સિંહ સોલંકીએ જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ચૂંટણીમાં સીટ આપવાની વાત કહી હતી. તે પછી જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાશે તેવી વાત ચર્ચાઇ રહી હતી. આ તમામ વાતોની વચ્ચે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે.

Alpesh Thakore

ઉલ્લેખનીય છે કે ભરત સિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને ગુજરાતના ત્રણેય યુવા નેતાઓને પોતાની સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલે ચૂંટણી લડવાની ના પાડી હતી. પણ ભાજપ વિરુદ્ધ એકઠા થવાની વાતનો સ્વીકાર કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નથી પણ ગુજરાતની 6 કરોડ જનતા માટે આ ચૂંટણી છે. ઉલ્લેખનીય છે કે આ બાદ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના આમંત્રણ પર ચર્ચા કરવામાં રસ બતાવ્યો હતો. અને જે હેઠળ જ અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. અને હવે તે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડશે. 

English summary
Gujarat Election 2017 : Ashok Gehlot,Bharat Singh Solanki, Alpesh Thakore reached Rahul Gandhi's residence

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.