
ગુજરાત ચૂંટણી: મોદીએ જેને દેશ વિરોધી ગણાવ્યો તે સલમાન નિઝામી છે કોણ?
ગુજરાત: વડાપ્રધાન મોદીએ લુણાવાડામાં કોંગ્રેસના યુવા નેતા સલમાન નિઝામી પર ખુબ જ આકરા ચાબખા માર્યા. કહ્યું કે જે વ્યક્તિ ભારતીય સેનાને બળાત્કારી કહીને એમ કહેતો હોય કે, "હર ઘર સે અફઝલ ગુરૂ નીકલેગા." શું તેને ગુજરાતની જનતા સ્વીકારશે? તેવા પ્રશ્નો પણ તેમણે ગુજરાતના લોકોને કર્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ તો સલમાન નિઝામીને ઓળખવાનો જ ઈન્કાર કરી દીધો છે. દિલ્હીમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં રાજીવ શુક્લાએ કહ્યું કે, "સલમાન નિઝામી કોને છે? તેને અમે ઓળખતા નથી. તે કોંગ્રેસ પક્ષના કોઈપણ પદ પર નથી. અમે પણ કહી શકીએ છે કે ભાજપના ફલાણા રામલાલ નામના કોઈ ભાઈએ અમારા વિરોધમાં કંઈક કહ્યું હતું." જો કે આ સમગ્રા આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે ગુજરાત સહિત દેશની રાજનીતિમાં હાલ તો ગરમાવો આવી ગયો છે.

દિલ્હી કોંગ્રેેસ
વડાપ્રધાનના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ વર્ષ 2013માં સલમાન નિઝામીએ ટ્વીટ કર્યુ હતું કે, ‘તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અઝફલ નિકલેગા.' ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ તો સલમાન નિઝામીને ઓળખવાનો જ ઈન્કાર કરી દીધો છે. દિલ્હીમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં રાજીવ શુક્લાએ કહ્યું કે, "સલમાન નિઝામી કોને છે? તેને અમે ઓળખતા નથી. તે કોંગ્રેસ પક્ષના કોઈપણ પદ પર નથી. અમે પણ કહી શકીએ છે કે ભાજપના ફલાણા રામલાલ નામના કોઈ ભાઈએ અમારા વિરોધમાં કંઈક કહ્યું હતું."

કોણ છે સલમાન નિઝામી?
સલમાન નિઝામી એક લેખક-નેતા છે. તેમણે વર્ષ 2004માં પત્રકારત્વ શરૂ કર્યુ હતુ. નિઝામી ઘાટીની રાજનીતિ અને ત્યાંની સમસ્યાઓ વિશે અવાર-નવાર અનેક અખબારો તેમેજ મેગેઝિનોમાં લખતા આવ્યા છે. વર્ષ 2014માં તેઓ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા હતા અને ત્યારથી જ તેઓ ઘાટીમાં કોંગ્રેસના એક જાણીતા ચહેરા તરીકે ઓળખાય છે. જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસ કમિટીમાં તેમને જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં સામેલ થયા, ત્યારે કહ્યું હતું કે, "હું હંમેશાથી રાહુલ ગાંધીની રાજનીતિ અને તેમની વિચારધારાથી પ્રભાવિત રહ્યો છું. મને ખુશી છે કે રાહુલ ગાંધી સાથે મને કામ કરવાની તક મળી રહી છે." ભારત વિરોધી ટ્વીટથી જાણીતા બનેલા સલમાન નિઝામી જેવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા કે તરત જ વિપક્ષોએ તેમના પર ભારત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ટ્વિટ અને વિવાદ
સલમાન નિઝામીના ટ્વિટર હેન્ડલ પરથી 2013માં એવા અનેક ટ્વીટ પોસ્ટ થયા હતા જેમાં કાશ્મીરને ભારતથી આઝાદ કરવાની વાત કરવામાં આવી હતી. જો કે બાદમાં 2015માં સલમાન નિઝામીએ આ વિશે સફાઈ આપતા કહ્યું હતું કે, "આ વિવાદાસ્પદ ટ્વીટ મેં કર્યા ન હતા. અને આ અંગે મેં એફ.આઈ.આર પણ નોંધાવી હતી."

યોગી આદિત્યનાથ પર ટિપ્પણી
ગત ઓગષ્ટ મહિનામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ ટ્વીટ કરીને સલમાન નિઝામી ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. નિઝામીએ યોગી આદિત્યનાથને કટ્ટરપંથી ગણાવ્યા હતા. જેના કારણે તેમના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ ટ્વીટ બાદ સલમાન નિઝામીને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. ધમકીમાં લખવામાં આવ્યું હતું કે ભારત મેં રહેના હૈ તો મોદી-મોદી કહેના હોગા. જો કે હાલ તો આ સમગ્ર વિવાદ બાદ સલમાન નિઝામીએ પોતાના ટ્વિટર હેન્ડલને પ્રાઈવેટ કરી નાખ્યું છે.