કોંગ્રેસની હાર પર રોબર્ટ વાડ્રાએ કર્યું આ ટ્વીટ!

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન પહેલાની સરખામણીએ ખરેખર વખાણવા-યોગ્ય હતું. કોંગ્રેસની હાર છતાં રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાએ પણ કંઇક આવા જ શબ્દોમાં નવા કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે તેમણે હિંદીમાં એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ આગળ વધશે.

Rahul Gandhi

સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ હિંદી લખાણવાળી ઉપરોક્ત તસવીર પોસ્ટ કરી હતી. રાજકારણમાં હાર-જીત લાગેલી રહે છે, કોંગ્રસે ગુજરાતમાં જે રીતે પ્રદર્શન કર્યું એ ખરેખર વખાણવા-યોગ્ય છે. એક નવા ઉત્સાહ અને જોશ સાથે રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ આગળ વધતી રહેશે અને વિરોધીઓને બરાબરની ટક્કર આપશે. થોડા જ દિવસો પહેલાં રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, નવા યુગની શરૂઆત. રાહુલ, પરિવારમાં અમારા માટે આ ગર્વની ક્ષણ છે. અમને સૌને ખાતરી છે કે તુ નહેરુજી, ઇન્દિરાજી અને તારા પિતા(રાજીવ ગાંધી)નો વારસો સાચી દિશામાં આગળ લઇ જશે.

English summary
gujarat election what robert vadra has to say after congress defeat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.