For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીની તારીખોનુ એલાન આજે કેમ કરવામાં ન આવ્યુ? કોંગ્રેસે જણાવ્યુ કારણ

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોમાં તફાવતને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચ પર પ્રહારો કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારતના ચૂંટણી પંચે આજે(14 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હિમાચલ પ્રદેશની 68 બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી કરાવવાની વાત કરી. તેમણે કહ્યુ કે 12મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ હતુ કે હિમાચલની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે પરંતુ પંચે માત્ર હિમાચલની તારીખો જાહેર કરી.

congress

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોમાં તફાવતને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચ પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચે જાણી જોઈને આવુ કર્યુ છે. ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર ન કરવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા વચનો અને ઉદ્ઘાટન કરવા માટે વધુ સમય મળી શકે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યુ કે આ ચોક્કસપણે એટલા માટે કરવામાં આવ્યુ છે જેથી વડાપ્રધાનને મોટા વચનો આપવાનો સમય મળે. આ આશ્ચર્યજનક નથી.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો હતો કે ગુજરાત ચૂંટણીની તારીખો દિવાળી પછી જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી વડાપ્રધાન મોદી સરકારી ખર્ચે મન ભરીને ચૂંટણી પ્રચાર કરી શકે છે અને રેવડીઓનુ વિતરણ પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન અને પરિણામો વચ્ચે 26 દિવસનુ અંતર છે. આ ગેપમાં ચૂંટણી પંચ ગુજરાતની તારીખો જાહેર કરશે તેવુ ચૂંટણી વિશ્લેષકો માને છે. આયોગ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન કરાવી શકે છે. એવુ માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ સમાપ્ત થશે. પરંતુ હિમાચલમાં ચૂંટણી પંચ તેને વહેલુ કરવા માંગે છે કારણ કે હિમાચલમાં શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. શિયાળામાં હિમવર્ષા ચૂંટણી પ્રક્રિયામાં મોટી અડચણ સાબિત થશે. તેથી કમિશન ભારે હિમવર્ષા શરૂ થાય તે પહેલાં રાજ્યમાં મતદાન સમાપ્ત કરવા માંગે છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી માટે 17 ઓક્ટોબરે અધિસૂચના જાહેર કરવામાં આવશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. ઉમેદવારો 29 ઓક્ટોબર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે. 68 બેઠકો માટે 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. આ સાથે જ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ પૂરો થઈ રહ્યો છે.

પ્રશ્નના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ છે કે કોઈપણ પ્રકારના નિયમોનુ ઉલ્લંઘન નથી. ચૂંટણી પંચે કહ્યુ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની મુદત પૂરી થવામાં 40 દિવસનો તફાવત છે. નિયમો અનુસાર જો બે રાજ્યોની વિધાનસભાના કાર્યકાળ વચ્ચે 30 દિવસનુ અંતર હોવુ જોઈએ જેથી કરીને ચૂંટણીના પરિણામો અન્ય રાજ્ય પર અસર ન કરે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થાય છે.

English summary
Gujarat election: Why Gujarat election dates were not announced today? Congress explain the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X