For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રમખાણો મોદીની કારકિર્દીમાં કલંક સમાન : મનોહર પારિક્કર

|
Google Oneindia Gujarati News

પણજી, 6 સપ્ટેમ્બર : ગોવાના મુખ્‍યમંત્રી મનોહર પારિક્કર ફરી એકવાર ભાજપની અંદર તકરાર હોવાની સ્‍થિતિનો સંકેત આપ્‍યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં ગોધરા કાંડ બાદથી ગુજરાતમાં ભડકેલી કોમી હિંસા નરેન્‍દ્ર મોદીની કેરિયર પર એક કલંક સમાન છે.

અલબત્ત મોદીએ અંગતરીતે કોમી રમખાણોમાં ભાગ લીધો ન હતો પરંતુ સાંપ્રદાયિક હિંસા તેમના પર એક કલંક સમાન છે. ન્‍યૂયોર્ક ટાઈમ્‍સ દ્વારા લેવામાં આવેલા એક ઇન્‍ટરવ્‍યૂમાં પારેકરે આ મુજબની વાત કરી હતી.

manohar-parikkar

તેમણે કહ્યુ હતુકે સાંપ્રદાયિક હિંસામાં મોટી સંખ્‍યામાં લોકોના મોત થયા હતા. અગાઉના હુમલામાં મોટી સંખ્‍યામાં હિન્‍દુ શ્રદ્ધાળુઓના મોત બાદ 2002માં લોકોએ નિયંત્રણ કેમ ગુમાવ્‍યું તે માટે ધણા કારણો છે. આ પ્રકારના બનાવો ફરી બનવા જોઈએ નહીં. વહીવટી તંત્રએ કોઈ પણ હિંસાને રોકવા માટે તરત પગલા લેવા જોઈએ. પરંતુ મુખ્‍યમંત્રી તરીકે મોદીની નવી કામગીરી હતી.

મોદીની કેરિયર પર આ એક કલંક છે. તપાસમાં મોદીને ક્‍લીન ચીટ મળી ચુકી છે. તેમનો વિરોધ કરી રહેલા લોકો તેમના અંગે જુદી વિચારધારા ધરાવે છે. મુખ્‍યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા મામલે તેમની માફીની જરૂર નથી. આ ઉનાળામાં જ પણજીમાં ભાજપની કારોબારી યોજી ચુકેલા પારેકર કહી ચુક્‍યા છે કે મોદી ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના વડા છે.

English summary
Gujarat riots blot on Modi's career: Manohar Parrikar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X