For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણઃ કોના પર કરશો વિશ્વાસ- ગાંધી કે ચિશ્તી?

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ ફરી એકવાર રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત રમખાણો માટે માત્રને માત્ર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ જવાબદાર છે, જોકે બીજી તરફ એસઆઇટી તરફથી મોદીને ક્લિન ચિટ મળી ગઇ છે. પોતાના પહેલા ટીવી ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી ખુલી રીતે ગુજરાતના રમખાણો માટે મોદી પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તથ્યો અને વિચારોની પાર્ટી છે. વડાપ્રધાન મનમોહન સિંહે માન્યુ છે કે વર્ષ 2002માં ગુજરાતની ધરતી પર નરસંહાર થયો હતો.

rahulgandhiorsufimkchisti
ત્યારબાદ રાજકીય પૃષ્ઠભૂમિમાં આરોપો-પ્રત્યારોપોનો દોર યથાવત છે, પરંતુ આ વચ્ચે સૂફી ગુરુ એમ કે ચિસ્તી જે ગુજરાત હજ કમિટીના ચેરમેન છે, તેમણે ટીવી ચેનલ પર એક નિવેદન આપીને બધાનું મોઢું બંધ કરી દીધું છે. ચિશ્તીએ કહ્યું કે, જે લોકો ગુજરાત રમખાણોનું સત્ય જાણે છે તે લોકો બકવાસ કરી રહ્યાં છે. સાચું તો એ છે કે ગુજરાત રમખાણોને જે પ્રકારે મોદીએ રોક્યા હતા, તે રીતે અન્ય કોઇ રોકી શકે તેમ નથી.

વર્ષ 2002માં મોદીના હાથમાં નવી નવી કમાન આવી હતી, તેમ છતાં ભીષણ નરસંહારને મોદીએ પોતાની બૌદ્ધિક ક્ષમતાથી જે પ્રકારે રોક્યા હતા તે સરાહનીય છે. મોદીએ આસપાસના રાજ્યો પાસેથી પોલીસ ફોર્સની મદદ માંગી અને સેનાની મદદથી માત્ર ચાર દિવસમાં જ રમખાણો ખતમ થઇ ગયા હતા. એ મોદીની સફળ પ્રશાસનનું ફળ છે કે વર્ષ 2002 બાદ ગુજરાતમાં આજ સુધી કરફ્યુ લાગ્યો નથી. રાત્રે 11 વાગ્યા પછી કોઇ પણ મુસ્લિમ મહિલાને હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતી વખતે ભયની લાગણી નથી અનુભવાતી કે પછી હિન્દુ મહિલા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી વખતે ગભરાય છે.

હું પૂછવા માગું છું કે શું આવું કોઇ કોંગ્રેસ શાસિત પ્રદેશમાં થાય છે? તેથી કોંગ્રેસ તરફથી મોદીની ટીકા કરવી અને તેમના પર આરોપો લગાવવા એ ખોટા અને પાયાવિહોણા છે. આજે રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સૌથી વધારે મુસ્લિમો સાક્ષર અને નોકરી ધરાવે છે. હિન્દુ-મુસ્લિમ એકબીજા સાથે સહજતાથી વ્યાપાર કરે છે. જ્યારે કોંગ્રેસે આજ સુધી મતબેન્કથી વિશેષ કંઇ વિચાર્યું નથી અને ના તો મુસ્લિમો માટે કંઇ કર્યું છે. કોંગ્રેસના રાજમાં 11 હજાર જેટલા રમખાણો થયા, જેનો જવાબ ના તો કોંગ્રેસ આપે છે અને ના તો કોંગ્રેસ પાસે છે.

તેણે ક્યારેયપણ દેશવાસીઓ સમક્ષ કોઇપણ રમખાણની માફી માગી નથી. તેવામાં તેમને કોઇ હક નથી કે એસઆઇટી તરફથી ક્લિન ચિટ મેળવનાર મોદી પર કોઇ પણ પ્રકારનો આરોપ લગાવવામાં આવે. મોદી દ્વારા પોતાનો કોઇ હાથ નહીં હોવા છતાં પણ ગુજરાતની જનતા સમક્ષ રમખાણો માટે માફી પણ માંગી છે. ટોપી પહેરવાથી કોઇ સેકુલર નથી થઇ જતા, આઝાદીના 65 વર્ષ સુધી કોંગ્રેસે માત્ર લોકોને ટોપી પહેરાવી છે, એથી વિશેષ મુસલમાનો માટે કંઇ કર્યું નથી અને કંઇ આપ્યું નથી. મોદીએ માત્ર વિકાસનું કામ કર્યું અને દેશને મોદી જેવા નેતાની જરૂર છે. જે બધાને સાથે લઇને બધાનો વિકાસ કરતા આગળ વધે.

ચિશ્તીએ કહ્યું કે ગુજરાત સરકારે રમખાણ પીડિતોને તમામ સુવિધાઓ આપી છે. તેમણે પ્રદેશવાસીઓને સારું શાસન, પાણી, વિજળી, છત અને રોજીરોટી આફી છે. ગુજરાતનો મુસલમાન મોદીને પસંદ કરે છે, કારણ કે તે ખુશ છે, જ્યારે કોંગ્રેસે અત્યાર સુધી પોતાના ફાયદા માટે મુસલમાનોનો માત્ર ઉપયોગ કર્યો છે અને આ વાત આજે દરેક મુસ્લિમ સમજી પણ રહ્યો છે અને જોઇ પણ રહ્યો છે. ચિશ્તીના વિચારોથી તમને અંદાજો આવી ગયો હશે કે ગુજરાતના મુસલમાનો શું વિચારે છે. તમે પણ જણાવો કે તમે કોના પર વિશ્વાસ કરશો. રાહુલ ગાંધી પર અથવા ચિશ્તી પર. તમારો જવાબ નીચે આપવામા આવેલા કોમેન્ટ બોક્સથી જણાવી શકો છો.

English summary
While talking about Gujarat riots, whom you will trust, Congress vice president Rahul Gandhi or Haj Committee member and Muslim leader Sufi MK Chisti?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X