'જે પોતાના દેશના હકમાં ન બોલી શકે, એના હક માટે શું બોલવાનું?'

Written By:
Subscribe to Oneindia News

હાલ ચારેય તરફ માત્ર ગુરમેહર કૌર ની ચર્ચા થઇ રહી છે. દેશભક્તિ વિ. દેશદ્રોહના આ દંગલ પર હવે ભારતના રેસલર બબીતા ફોગાટે પણ પોતાનું નિવેદન આપ્યું છે.

babita fogat

પહેલવાન બબીતા ફોગાટ

પહેલવાન બબીતા ફોગાટે ટ્વીટ કરતાં કહ્યું કે, જે પોતાના દેશના હકમાં વાત ન કરી શકે, એના હકમાં શું વાત કરવાની? આ દલીલબાજીમાં પહેલા જ વીરેન્દ્ર સેહવાગ, રણદીપ હુડા, મહિલા પત્રકાર રાણા આયૂબ અને રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, કિરણ રિજીજૂ જેવા રાજકાણીયો ઝંપલાવી ચૂક્યાં છે. હાલ ગુરમેહર કૌર માત્ર એક શહીદની દીકરી કે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની નહીં, પરંતુ આંદોલનકારી તરીકે ઓળખાવા લાગી છે.

મહિલા પત્રકાર રાણા આયૂબ

બબીતા ફોગાટે મહિલા પત્રકાર રાણા આયૂબના એ ટ્વીટનો પણ જવાબ આપ્યો હતો, જેમાં રાણા આયૂબે રણદીપ હુડ્ડાને ઉદ્દેશીને ટિપ્પણી કરી હતી કે, હરિયાણાના છો ને, મહિલાઓના ઉત્થાનનો પ્રયત્ન કરી રહ્યાં છે.
અમે ફોગાટ બહેનો પણ હરિયાણાની જ છીએ..

બબીતાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમે ફોગાટ બહેનો પણ હરિયાણાની જ છીએ, શું જાણો છો તમે હરિયાણા વિશે. રાણાએ બબીતાને કહ્યું કે, આશા છે કે, તમારા જેવા હરિયાણાના સફળ ખેલાડી ગુરમેહરના હકમાં પણ વાત કરશે. આ બાબતે બબીતાએ જવાબ આપતાં કહ્યું કે, જે પોતાના દેશના હકમાં વાત ન કરી શકે, તેના હક વિશે વાત કરવી બરાબર છે શું?

English summary
Babita Phogat has become the latest celebrity to enter the war of words being fought on social media in recent Gurmehar Kaur row.
Please Wait while comments are loading...