"સિદ્ધારમૈયાની સરકાર અત્યાર સુધીની સૌથી ખરાબ સરકાર છે"

Written By:
Subscribe to Oneindia News

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ-સેક્યૂલર(JD-S)ના પ્રમુખ એચ.ડી.દેવેગૌડાએ વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મંચ શેર કરવાની ના પાડી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 પહેલા કોંગ્રસ સરકાર પર હુમલો કરતાં તેમણે સિદ્ધારમૈયાની સરકારને અત્યાર સુધીની સૌથી ખરાબ સરકાર ગણાવી છે. તેમના આ નિવેદનને રાજકીય રીતે મહત્વનું માનવામાં આવી રહ્યું છે, ચૂંટણી પહેલાં ભાજપ સાથે વધુ સારા સંબંધો બનાવવાન પ્રયત્નના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી હોય એમ માનવામાં આવી રહ્યું છે. દર 12 વર્ષે ભગવાન મહાવીરના દરે 12 વર્ષે આયોજિત થતા જૈન કાર્યક્રમ મહામસ્તકાભિષેકમાં 7 ફેબ્રૂઆરીના રોજ ચ.ડી.દેવેગૌડા સીએમ સિદ્ધારમૈયા સાથે એક મંચ પર બેસનાર હતા.

India

શા માટે આવું કહ્યું દેવેગૌડાએ?

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે એવી શક્યતા છે. વર્તમાન ડીસીને હાસન સ્થળાંતરિત કરવાના સરકારના આદેશ અંગે અણગમો વ્યક્ત કરતાં દેવેગૌડાએ સિદ્ધારમૈયા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં આના કરતા ખરાબ સરકાર જીવનમાં ક્યારેય જોઇ નથી. 7 ફેબ્રૂઆરીના રોજ રાષ્ટ્રપતિ હાસન આવનાર છે અને હવે તેમણે કેટલાક રાજકારણીઓ પૈસા કમાઇ શકે એ માટે ડીસી સ્થળાંતરિત કર્યું છે. એક નેતા તરીકે મારે કાર્યક્રમનું માન જાળવવાનું છે, પરંતુ મેં સિદ્ધારમૈયા સાથે એક મંચ પર ન બેસવાનું નક્કી કર્યું છે. હું આ મુખ્યમંત્રી સાથે કોઇ મંચ વહેંચવા માંગતો નથી. હું રાષ્ટ્રપતિને લખીશ કે, આપણે આટલા નીચી શ્રેણીના તંત્ર સાથે કોઇ મંચ ન વહેંચી શકીએ.

આગામી ચૂંટણીમાં JD(S) કિંગમેકર

આ સાથે જ તેમણે સિદ્ધારમૈયાની સરકારને બેશરમ અને ભ્રષ્ટ ગણાવી હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018માં JD(S) કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, એવી જાહેરાતના થોડા દિવસ બાદ જ તેમના આ આરોપો સામે આવ્યા હતા. કર્ણાટકની હાલની રાજકારણીય પરિસ્થિતિને જોતાં ચૂંટણીમાં JD(S) કિંગમેકરનો રોલ ભજવશે એમ લાગી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ, બંને પક્ષો પાછલા બારણે JD(S)નો સહકાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હવે દેવેગૌડાના સિદ્ધારમૈયા સરકાર પ્રત્યેના આવા કડવા વેણ બાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, JD(S) રાજ્યમાં ભાજપને સરકાર બનાવવામાં મદદ કરશે.

English summary
H D Devegowda calls Siddaramaiah's government 'worst ever', refuses to share dais

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.