Influenza H3N2: ભારતમાં ઈન્ફ્લુએન્ઝાનો કહેર, શરદી-ખાંસીને ન કરતા નજરઅંદાજ, જાણો આ ફ્લુ વિશે જરુરી વાતો
મેદાંતાના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે હાલમાં હૉસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ એવા છે જેઓ શરદી, તાવ કે ઉધરસથી પીડિત છે. આ સિઝનમાં આવી સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ.
Influenza H3N2: ભારતમાં વારંવાર બદલાઈ રહેલા હવામાનની ખરાબ અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. જો કે, આ સિઝનલ ફ્લુ કે કોવિડ નથી પરંતુ ઈન્ફ્લુએંઝા H3N2 વાયરસ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)ના જણાવ્યા મુજબ હૉસ્પિટલોમાં ભરતી થતા ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણ(SARI)ના બધા રોગીઓમાં લગભગ અડધા Influenza H3N2થી પીડિત છે. હૉસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યાને લઈને હેલ્થ એક્સપર્ટસે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. મેદાંતાના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે હાલમાં હૉસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ એવા છે જેઓ શરદી, તાવ કે ઉધરસથી પીડિત છે. આ સિઝનમાં આવી સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ.

હેલ્થ એક્સપર્ટે આપી ચેતવણી
મેદાંતાના અધ્યક્ષ ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ છે કે હાલમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરીરમાં દુખાવો અને નાક વહેવુ જેવા ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોએ વાયરસનો સામનો કરવા માટે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. હૉસ્પિટલમાં અથવા કોઈપણ કાર્યસ્થળ અથવા ઘરે આ પ્રકારના ચેપને ટાળવા માટે દર્દીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે ખાંસી કે છીંકતી વખતે મોઢા પર રૂમાલ રાખવો જરૂરી છે.

શું છે આ ઈન્ફ્લુએંઝા H3N2 વાયરસ
તબીબી નિષ્ણાતોના મતે, H3N2 વાયરસ ઈન્ફલ્યુએન્ઝા-A વાયરસનો એક પ્રકાર છે. આ વાયરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેના કારણે સન ઈન્ફેક્શનની સાથે સાથે મોટાભાગના લોકોને માથાનો દુખાવો-શરીરમાં દુખાવો, શરદી-ખાંસી અને વધુ તાવ જેવી સમસ્યાઓ થાય છે. ચેપ પરના ડેટા વિશ્લેષણ દર્શાવે છે કે ઈન્ફલ્યુએન્ઝા એ ઉચ્ચ ચેપ નથી. એક રિપોર્ટ મુજબ H3N2 વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી. આવા કિસ્સાઓમાં, મોટાભાગના દર્દીઓને તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હોય છે.

કેટલો ખતરનાક છે આ વાયરસ?
ઈન્ફલ્યુએન્ઝા H3N2 સાથે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાંથી, આશરે 92% લોકોમાં તાવ, 86% ઉધરસ, 27% શ્વાસ લેવામાં તકલીફ અને 16% ગભરામણ નોંધી હતી. H3N2 ધરાવતા 10 ટકા દર્દીઓને ઑક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા, જ્યારે 7%ને ICU સંભાળની જરૂર હતી. આ વાયરસ સામાન્ય રીતે વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ખાસ કરીને અસ્થમા, ડાયાબિટીસ અને કોઈ અન્ય રોગ માટે વિશેષ જોખમ પેદા કરે છે.

લક્ષણો
આ વાયરસના લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી, થાક, માથામાં દુઃખાવો, ગળાની ખારાશ, શરદી અને નાકમાંથી પાણી વહેવુ. વળી, ખાંસી ઘણા સપ્તાહ સુધી રહી શકે છે.

ખાંસી માટે ઘરેલુ ઉપાય
- ગોળઃ ગોળ ખાંસી માટે લાભદાયક છે. ગોળને ગરમ પાણીમાં મિલાવીને એ પાણી પીવાથી લાભ મળે છે.
- આદુઃ આદુમાં ખાસ ગુણ હોય છે, જે ઉધરસ મટાડવામાં મદદ કરે છે. આદુનો રસ, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
- મધઃ મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ઉધરસ મટાડવામાં મદદ કરે છે. ગરમ પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
- તુલસી: તુલસીમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે જે ઉધરસ ઘટાડવામાં મદદ કરે છે. તુલસીની ચા પીવી પણ ફાયદાકારક છે.
- લસણઃ લસણમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે જે ઉધરસને ઓછી કરવામાં મદદ કરે છે. લસણને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

આ વાયરસથી બચવા માટે શું કરશો?
- સાબુથી હાથ નિયમિત ધોવા જોઇએ.
- સેનિટાઇઝરને સાથે જ રાખવું અને ઉપયોગ પણ કરવો.
- બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું ટાળો.
- જો તમે છીંક અથવા ઉધરસ આવી રહી છે, તો તમારા મોંને ઢાંકો અને માસ્ક પહેરો. કારણ કે, વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ છે.
- ઘણી વાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
- જો તમે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો, તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.
- આ વાયરલ બિમારી હોવાથી તે એકમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ ભીડવાળી જગ્યાએ તે સરળતાથી ફેલાઈ શકે છે.
- ઈન્ફ્લુએંઝાથી સંક્રમિત કોઈ વ્યક્તિ જ્યારે ખાંસે કે છીંકે ત્યારે તેના ડ્રૉપલેટ હવામાં એક મીટર સુધી ફેલાઈ શકે છે અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ શ્વાસ લે તો એ ડ્રૉપલેટ તેના શરીરમાં જતા રહે છે અને તેને સંક્રમિત કરી દે છે.
- કોઈ સંક્રમિત સપાટીને સ્પર્શવાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. માટે ખાંસતી કે છીંકતી વખતે મોઢુ ઢાંકવુ જરુરી છે. વળી, વારંવાર હાથ પણ ધોવા જોઈએ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
