રાજનીતિમાં આવીશ એવું ન્હોતું વિચાર્યું, PM બનવાનો કોઇ વિચારનથી: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ શક્તિની રાજનીતિ માટે સત્તામાં નથી આવ્યા. કેજરીવાલ અનુસાર તેમને વડાપ્રધાન બનવાની કોઇ ઇચ્છા નથી પરંતુ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવા માગે છે. મુખ્મમંત્રીએ જણાવ્યું કે લોકો ઇચ્છે તે ક્યાસ લગાવી શકે છે, રાજનીતિમાં કંઇપણ થઇ શકે છે.

કેજરીવાલએ એપણ સ્પષ્ટ કરી દીધું કે તેઓ લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. જોકે તેમને ચૂંટણી લડવામાં કોઇ મુશ્કેલી નથી પરંતુ હાલમાં તેમની પ્રાથમિકતા દિલ્હી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના નેતાઓની નિવેદનબાજી દરમિયાન ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવાની સલાહ આપી છે. અરવિંદના જણાવ્યા અનુસાર જો પાર્ટીનો કોઇ નેતા કોઇનાથી નારાજ છે તો પણ તેણે ભાષા પર સંયમતા રાખવી જોઇએ.

arvind kejriwal
દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગને પાર્ટી પ્રવક્તા આશુતોષે કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા. કેજરીવાલે જણાવ્યું કે નજીબ જંગ એક સારા વ્યક્તિ છે અને તેમની સાથેના સંબંધોમાં કોઇ કચાસ નથી આવી. હું તેમની ખૂબ જ ઇજ્જત કરું છું અને આગળ પણ તેમની સાથે સંબંધો સારા રહશે તેનો વિશ્વાસ આપું છું.

કેજરીવાલે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'હા, હું એક રાજનૈતિક ક્રાંતિકારી છું, કેટલાંક લોકો મને રાજનૈતિક તાનાશાહ માને છે? તેમને હું વળતો સવાલ કરવા માંગું છું કે શું મનિષ સિસોદીયા અને યોગેન્દ્ર યાદવ એક તાનાશાહની સાથે કામ કરી રહ્યા છે.'

English summary
He calls himself a political revolutionary now, but Arvind Kejriwal says that he had never imagined that he would plunge into politics, form a party and contest elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.