• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કઇ પરિસ્થિતિઓમાં થઇ શકે છે ભારત-પાક વચ્ચે યુદ્ધ?

|

બેંગ્લોર, 12 જાન્યુઆરીઃ ભારતીય સૈનિકોનું શિરચ્ચેછ કરવાની ઘટના બાદ ભારત-પાક સંબંધોમાં લાગેલી આગમાં લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઇદની ધમકીએ ઘી હોમવાનું કામ કર્યું છે. સરહદ પર તૈનાત જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવે વાયુસેનાના પ્રમુખ એનએક બ્રાઉનનું કહેવું છે કે, ભારત, પાકિસ્તાનને જવાબ આપવા માટે બીજા વિકલ્પ અંગે વિચારી શકે છે, એ સ્પષ્ટ દર્શાવે છે કે, સરહદ પર કંઇ જ યોગ્ય ચાલી રહ્યું નથી.

કેટલીક ચેનલોએ તો ત્યાં સુધી જણાવી દીધું છે કે, સ્થિતિ મહદઅંશે કારગિલ જેવી બનવા જઇ રહી છે. એ કહેવું તો જલદી કહેવાશે કે, ભારત-પાકના સૈનિક હથિયાર લઇને આમને-સામને ઉભા રહીં ગયા છે, પરંતુ હા, એ વાતનો જરૂરથી અંદાજો લગાવી શકાય છે કે, કેવા પ્રકારની પરિસ્થિતિ થશે, જ્યારે ભારત પાડોશી દેશને આકરો જવાબ આપવા મજબૂર થશે. સીધા શબ્દોમાં કહીંએ તો એવી સ્થિતિ ક્યારે થશે જ્યારે ભારત અને પાક વચ્ચે યુદ્ધ થવાની સંપૂર્ણ સંભાવના સર્જાશે.

indian army
મોટો આંતકી હુમલો

મુંબઇ, દિલ્હી, જયપુર, અમદાવાદ બાદ 26/11 હુમલામાં તો ભારતે લોહીનો ઘુંટડો ભરી લીધો, પરંતુ હવે ભારત એવો એકપણ હુમલો સહન નહીં કરે. તાજેતરમાં જ પકડાયેલા આતંકવાદી અબુ હમજાએ એવો ખુલાસો કર્યો છે કે આઇએસઆઇ સાથે મળીને લશ્કર વધું એક 26/11 જેવો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, તેનાથી એ સ્પષ્ટ છે કે, પાકિસ્તાનની જમીનમાં ક્યાંકને ક્યાક ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પછી તે માત્ર આતંકવાદીઓ કેમ ના હોય, ભારત આવા આતંકવાદીઓની કરતૂતોના જવાબમાં હવે સીધો પાકિસ્તાનને આપશે, કારણ કે તેને સંરક્ષણ તે જ આપી રહ્યું છે.

સરહદ પર ઘુષણખોરી

ગત વર્ષના આંકડા જણાવે છે કે, સરહદ પર ઘુષણખોરી ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ઘુષણખોરીના પ્રયત્નોમાં ઘટાડો થયો નથી. ખરા અર્થમાં પાકિસ્તાની સેનાના જવાનો જ ઘણી વખત આતંકવાદીઓને કવરિંગ ફાયર આપીને ઘુષણખોરીમાં મદદ કરે છે. તેમાં કોઇ શંકા નથી કે તાજેતરમાં સોપોર અને પુંછમાં થયેલા ફાયરિંગ દરમિયાન આતંકીઓ ઘુષણખોરી કરવામાના નિષ્ફળ રહ્યાં હતા. જો કે, આ વાતની હજુ સુધી પૃષ્ટિ થઇ નથી, તેથી આ ટિપ્પણી કરવી ખોટી હશે, પરંતુ વારંવાર આતંકીઓને કવરિંગ ફાયર આપી પાકિસ્તાન જાતે જ ખાડો ખોદી રહ્યું છે તેમાં કોઇ શંકા નથી.

સામાન્ય જનતાનું દબાણ

મેથી જુલાઇ 1999માં થયેલી કારગિલ યુદ્ધમાં ભારતમાં 527 જવાન શહીદ થયા અને 1,363 જવાનો ઇજાગ્રસ્ત થયા. જે સમયે સરહદ પર યુદ્ધ ચાલી રહ્યું હતું, તે સમયે ન ટ્વિટર હતુ, ના તો ફેસબુક અને તે સમયે જનતા પણ રસ્તાઓ પર ત્યારે જ નીકળતી હતી જ્યારે આગળ કોઇ નેતા ચાલતો હોય, આજની જનતાને જુઓ. દિલ્હી ગેંગરેપ એક તાજું ઉદાહરણ છે, જેમાં દેશભરની જનતાઓ રસ્તા પર આવી અને કેન્દ્ર સરકારને ચારેકોરથી ઘેરી લીધી અને દબાણ બનાવ્યું. હવે જો પાક તરફથી કંઇક અણછાછતું કાર્ય કરવામાં આવે તો કેન્દ્ર સરકારને કોઇ રાજકીય પાર્ટી નહીં, પરંતુ દેશની જનતા દબાણમાં લાવશે અને આ પરિસ્થિતિઓમાં ભારતે મજબૂરી વસ પણ આકરા પગલાં ભરવા પડશે.

કાશ્મીરને નુક્સાન

જો પાકિસ્તાને કાશ્મીરમાં કોઇ પણ નુક્સાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યું તો તે તેની માટે ખોટું થશે, કારણ કે ભારતની અંદર સહન કરવાની શક્તિ પૂર્ણ થઇ ગઇ છે. વિશેષ રાજ્યનો દરરજો ધરાવનાર જમ્મૂ-કાશ્મીરમાંથી ફોજ હટાવવા અંગે વારંવાર ભારત વિચારે છે પરંતુ માત્ર પાકિસ્તાનની બોર્ડર પર નાપાક કરતૂતોના કારણે ત્યાં ફોજ રોકવી પડી રહી છે.

English summary
Regular violation of ceasefire and the threatening comments from Lashkar-e-Taiba founder Hafiz Saeed provoking India to retaliate. Everything has its breakdown. What could be the situation when India will attack back.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more