For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ શું હેર સલુન અને બ્યુટી પાર્લર ખુલશે? જાણો નવો આદેશ

કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ થયેલ લૉકડાઉનમાં સરકારે ધીમે ધીમે છૂટ વધારી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ થયેલ લૉકડાઉનમાં સરકારે ધીમે ધીમે છૂટ વધારી રહી છે. હવે જરૂરી સામાનો સાથે જોડાયેલી દુકાનો ઉપરાંત બિન જરૂરી સામાનોની દુકાનો પણ શરતો સાથે ખુલી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે લૉકડાઉનમાં છૂટના નવા આદેશ આપ્યા છે. પરંતુ નવા આદેશો વિશે લોકોમાં કન્ફ્યુઝનની સ્થિતિ પેદા થઈ ગઈ. હવે ગૃહ મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

સલુન અને હજામની દુકાનો સર્વિસની સીમામાં આવે છે

સલુન અને હજામની દુકાનો સર્વિસની સીમામાં આવે છે

ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે શનિવારે કહ્યુ કે સલુન અને હજામની દુકાનો સર્વિસની સીમામાં આવે છે. અમારો ઑર્ડર સામાન વેચતી દુકાનો માટે છે. હજામની દુકાનો કે હેર સલુન ખોલવાનો કોઈ આદેશ નથી. દારૂની દુકાનો ખોલવાનો પણ કોઈ આદેશ નથી. જે દુકાનો સામાન વેચી રહી છે એ તો ખુલી શકે છે પરંતુ જે સેવાઓ આપી રહી છે તેમને ખુલવાની મંજૂરી હજુ નથી.

ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાના આદેશ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યુ

ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાના આદેશ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યુ

ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ કોઈ પણ પ્રકારના રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી નથી. ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાના આદેશ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યુ છે. મંત્રાલયની રિલીઝમાં કહેવામાં આવ્યુ છે, ગ્રામીણ ક્ષેત્રોમાં શોપિંગ મૉલની દુકાનો છોડીને બધી દુકાનો ખોલવાની અનુમતિ છે. શહેરી ક્ષેત્રોમાં બધી એકલ દુકાનો, પડોસની દુકાનો, આવાસીય પરિસરોમાં દુકાનો ખોલવાની અનુમતિ છે.

હૉટસ્પૉટમાં પ્રતિબંધ હજુ પણ ચાલુ

હૉટસ્પૉટમાં પ્રતિબંધ હજુ પણ ચાલુ

હૉટસ્પૉટમાં બિનજરૂરી સામાનોની દુકાનો હજુ પણ નહિ ખુલી શકે. કોરોના વાયરસ હૉટસ્પૉટમાં કેન્દ્ર તરફથી લૉકડાુન નિયમોમાં આપવામાં આવેલી ઢીલ લાગુ નહિ થાય. લૉકડાઉનમાં ઢીલના આદેશ બાદ જે કન્ફ્યુઝન પેદા થયુ તે બાદ ગૌતમ બુદ્ધ પ્રશાસને સ્પષ્ટ કર્યુ કે હૉટસ્પૉટમાં કોઈ છૂટ નહિ આપવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા વેચાણ માત્ર જરૂરી વસ્તુઓ માટે જ ચાલુ રહેશે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ કે દારૂ અને અન્ય વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ચાલુ છે.

આ પણ વાંચોઃ વીડિયો જારી કરીને ઘરે પહોંચાડવાની આજીજી કરનાર મજૂરનુ અમદાવાદમાં મોતઆ પણ વાંચોઃ વીડિયો જારી કરીને ઘરે પહોંચાડવાની આજીજી કરનાર મજૂરનુ અમદાવાદમાં મોત

English summary
Hair salons render services, Our order is applicable on shops which deal in sale of items: MHA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X