For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બરમાં પહેલા સપ્તાહમાં થશે હજ 2022ની અધિકૃત ઘોષણા, વેક્સીનેશન સહિત અન્ય માપદંડોના આધારે પસંદગી

હજ યાત્રા 2022ને લઈને લઘુમતી કાર્ય મંત્રાલયે શુક્રવારે એક ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2020ની શરૂઆતમાં કોરોના મહામારીએ ભારતમાં દસ્તક દીધી. ત્યારબાદ સરકારે લૉકડાઉન લાગુ કરવુ પડ્યુ જેના કારણે ભારતીય મુસલમાન હજ યાત્રા પર ન જઈ શક્યા. 2021માં વેક્સીન તો આવી ગઈ પરંતુ સઉદી અરબે સતત બીજા વર્ષે પણ બીજા દેશોમાંથી આવતા લોકોને હજની મંજૂરી આપી નથી. જો કે વર્ષ 2022માં રાહત મળવાની અપેક્ષા છે. આને લઈને લઘુમતી કાર્ય મંત્રાલયે શુક્રવારે એક ઘોષણા કરી છે.

haj

મંત્રાલયે કહ્યુ કે 2022ની હજ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે વેક્સીનેશન અને જરૂરી માપદંડોના આધારે કરવામાં આવશે, જેને ભારત અને સઉદી અરબ મળીને નક્કી કરશે. આ વિશે વિસ્તારથી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં હજ 2022ની અધિકૃત રીતે ઘોષણા કરી દેવામાં આવશે. અપેક્ષા છે કે આ વખતે સઉદી સરકાર વેક્સીના બંને ડોઝ લેનાર વિદેશીઓના નિયમોમાં છૂટ આપીને યાત્ર કરાવશે.

2021માં શું હતા નિયમ?

સામાન્ય રીતે જ્યારે સ્થિતિ સામાન્ય હોય ત્યારે દુનિયાભરના 20 લાખથી વધુ મુસલમાન હજ યાત્રા પર જાય છે પરંતુ 2020 અને 2021માં કોરોના મહામારીના કારણે નિયમ બદલાઈ ગયા. આ વર્ષે 5 લાખ લોકોએ હજ માટે આવેદન કર્યુ હતુ જેમાં 60 હજાર લોકોના નામ લૉટરી દ્વારા પસંદ કરવામાં આવ્યા. આમાં બીજા દેશથી કોઈને આવવાની મંજૂરી નહોતી આપવામાં આવી. જો કે સઉદીમાં પહેલેથી રહેતા બીજા દેશોના નાગરિકોને મંજૂરી મળી હતી. ગાઈડલાઈનના હિસાબે દર ત્રણ કલાકે 6000 લોકો મક્કા પહોંચ્યા અને દરેક ગ્રુપના પાછા આવ્યા બાદ સ્ટરીલાઈઝેશન કરવામાં આવ્યુ. હજ યાત્રીઓને 20-20ના ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા. જેમની સાથે એક ગાઈડ હતો, જે નિયમો વિશે જણાવતો. બસ દ્વારા મસ્જિદ પહોંચ્યા બાદ યાત્રી ગ્રુપમાં કાબાની પરિક્રમા કરીને પાછા આવી જતા. આશા રાખવામાં આવી રહી છે કે રસીકરણના કરાણે 2022ની યાત્રામાં છૂટ મળી શકે છે.

English summary
Haj 2022 will be officially announced in November according to complete vaccination
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X