For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાજી મસ્તાનના પુત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કરીમ લાલા સાથે ઇન્દીરા ગાંધીએ કરી હતી મુલાકાત

મુંબઈના ડોન હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે કહ્યું છે કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી કરીમ લાલાને મળ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં, ઘણા મોટા નેતાઓ કરીમ લાલા સાથે ખૂબ સારા સબંધો

|
Google Oneindia Gujarati News

મુંબઈના ડોન હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે કહ્યું છે કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી કરીમ લાલાને મળ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં, ઘણા મોટા નેતાઓ કરીમ લાલા સાથે ખૂબ સારા સબંધો હતા અને અહીં આવતા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતનાં કરીમ લાલા અને ઈન્દિરા ગાંધી વચ્ચેની બેઠક અંગેના નિવેદન પર, શેખરે કહ્યું કે તેમણે કંઈ ખોટું કહ્યું નથી. સુંદર શેખરે એમ પણ કહ્યું છે કે મારા પિતા (હાજી મસ્તાન) ઉદ્યોગપતિ હતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે તેમના સારા મિત્ર હતા.

Haji mastan

સંજય રાઉતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે અન્ડરવર્લ્ડ કમજોર છે પરંતુ આપણે અન્ડરવર્લ્ડનો સમય જોયો છે, જ્યારે હાજી મસ્તાન મંત્રાલયમાં પહોંચ્યા ત્યારે લોકો તેમનું સ્વાગત કરવા બહાર આવતા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ કરીમ લાલાને મળવા માટે મુંબઈ આવતા. તમને જણાવી દઈએ કે કરીમ લાલા 60 અને 70 ના દાયકામાં મુંબઇના ડોન તરીકે જાણીતા હતા, જેમને ફિલ્મ અને રાજકારણની દુનિયાના ઘણા પ્રભાવશાળી લોકોસાથે ઉઠવુ બેસવું હતું.

સંજય રાઉતના આ નિવેદનની કોંગ્રેસ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના નેતાઓએ રાઉત પાસે માફીની માંગણી કરી હતી, ત્યારે તેઓએ સ્પષ્ટતા કરી હતી. વિવાદ બાદ રાઉતે કહ્યું હતું કે, "જો કોઈને લાગે કે મારા નિવેદનમાં ઇન્દિરા ગાંધીની છબીને કલંકિત કરવામાં આવ્યું છે, અથવા કોઈની લાગણી દુભાય છે, તો હું મારું નિવેદન પાછું ખેંચું છું. તેમણે એમ પણ કહ્યું હતું કે તે યુગના તમામ નેતાઓ કરીમ લાલાને મળી શકતા હતા. આ કારણ છે કે તે પઠાણોનો મહાન નેતા હતો.

English summary
Haji Mastan's son said - Indira Gandhi met Karim Lala, Bal Thackeray was my father's friend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X