For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haldwani Land dispute: '50,000 લોકોને રાતો-રાત ઉજાડી ના શકાય', જાણો SCમાં સુનાવણીની 10 મોટી વાતો

હલ્દ્વાનીમાં 50,000 ઘરોને એક સપ્તાહમાં ખાલી કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Haldwani Land dispute: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં રેલવેની જમીન પર રહેતા લગભગ 50,000 લોકોને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરીને લોકોને રેલવેની જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી રાજ્ય સરકારે લોકોને છાપામાં નોટિસ જાહેર કરીને આ જમીન એક સપ્તાહમાં જમીન ખાલી કરવાની નોટિસ આપી હતી. પરંતુ કોર્ટના નિર્ણય બાદ આની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે અહીંના લોકોને મોટી રાહત આપીને હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી છે.

SC

સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મોટી વાતો

  • આ મામલો માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલો છે, માટે કોઈને પણ આ રીતે ઘર ખાલી કરવાનુ કહી શકાય નહિ.
  • સુપ્રીમ કોર્ટે આ મામલે રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
  • રેલવેનો વિકાસ જરૂરી છે પરંતુ આમ અચાનક 50,000 લોકોના ઘર રાતોરાત નષ્ટ ના કરી શકાય.
  • અહીં રહેતા લોકોનું પુનર્વસન જરૂરી છે, આ બાબતને માનવીય દ્રષ્ટિકોણથી જોવી જોઈએ, લોકો વર્ષોથી અહીં રહે છે.
  • આખરે માત્ર 7 દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ કેવી રીતે આપી શકાય, સરકારે એ ખાતરી કરવી જોઈએ કે આગળ વધુ અતિક્રમણ ન થાય.
  • અમે જમીનની માલિકી અને સીમા વિવાદ પર સુનાવણી કરીશુ.
  • કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે, તેથી હવે અહીં બુલડોઝર નહીં ચાલે.
  • 7 દિવસમાં સુપ્રીમ કોર્ટે અતિક્રમણ અભિયાન અને પેરા મિલિટરી ફોર્સની તૈનાતી પર સવાલો ઉઠાવ્યા.
  • સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તમે આ સમગ્ર મામલાને ધ્યાનથી જુઓ અને આ સમગ્ર મામલાનો ઉકેલ કાઢો. જો રેલવેને જગ્યાની જરૂર હોય, તો તમે નક્કી કરો કે તેમને તેમની જગ્યા કેવી રીતે મળશે.
  • કોઈ એવી યોજના લઈને આવો કે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, અત્યારે અમે અતિક્રમણ અભિયાન બંધ કરી રહ્યા છીએ, અમે ઈચ્છીએ છીએ કે આગલી વખતે સુનાવણી થાય ત્યારે તમે વધુ સારો વિકલ્પ લઈને આવશો, જે સ્વીકાર્ય હશે, જેનાથી બધા રાજી હશે.
English summary
Haldwani Land dispute: Supreme court hearing important points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X