For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેન્ડ સેનિટાઈઝર બાળકોને અંધ બનાવી શકે છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી થઈ રહેલ સાઈડ ઈફેક્ટ અંગેની એક રિસર્ચ સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

Study On Hand Sanitizer: કોરોના કાળમાં સેનિટાઈઝર આપણી જિંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે. ડૉક્ટરે કોરોનાના ખાતમાં માટે હેન્ડ સેનિટાઈઝર ઉપયોગ કરવાની સલાહ આપી છે. આજે આપણે સેનિટાઈઝર સરળતાથી પોતાના કાર્યાલય, સ્કૂલો, કૉલેજો, મૉલ અને સાર્વજનિક પરિવહનમાં જોઈ શકીએ છીએ. પરંતુ હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી થઈ રહેલ સાઈડ ઈફેક્ટ અંગેની એક રિસર્ચ સામે આવી છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી બાળકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. 21 જાન્યુઆરીએ JAMA નેત્ર વિજ્ઞાન પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં શોધકર્તાઓએ દાવો કર્યો છે કે હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી બાળકોની આંખોની રોશની પર ખરાબ અસર પડી રહી છે અને આ એટલી ખતરનાક થઈ શકે છે કે આનાથી બાળકો અંધ પણ થઈ શકે છે.(hand Sanitizer effect on eyes of children)

hand sanitizer

ફ્રાંસમાં થયેલ લેટેસ્ટ શોધ મુજબ શોધકર્તાઓએ ગયા વર્ષના સમયગાળાની તુલનામાં 1 એપ્રિલથી 24 ઓગસ્ટ, 2020 વચ્ચે બાળકોમાં ખતરનાક રસાયણોના સંપર્કમાં આવવાના કારણે તેમની આંખોમાં પીડા થવાના સાત ગણા કેસ મળ્યા છે. એટલે કે વર્ષ 2020માં વર્ષ 2019ની અપેક્ષાએ બાળકોની આંખ સંબંધી બિમારી 7 ગણી વધી છે. શોધકર્તાઓએ ચેતવણી આપી છે કે જો ભૂલથી સેનિટાઈઝર બાળકોની આંખમાં જતુ રહે તો તે તેમને અંધ બનાવી શકે છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે બાળ ચિકિતસા ડેટાબેઝમાં હેન્ડ સેનિટાઈઝરની અસર બાળકોની આંખો પર માત્ર 1.3 ટકા હતી. 2020ના અંત સુધી આ સંખ્યા 9.9 ટકા થઈ ગઈ છે. ફ્રાંસમાં માત્ર એક બાળકને તેની આંખોમાં સેનિટાઈઝરના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. અધ્યયનમાં કહેવામાં આવ્યુ કે 2019માં 16 બાળકોને આરીતે રાસાયણિક જોખમ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ પહેલા વર્લ્ડ જર્નલ ઑફ મેડિકલ એન્ડ ફાર્માસ્યુટીકલ રિસર્ચમાં પ્રકાશિત એક પેપરમાં કહેવામાં આવ્યુ હતુ કે હેન્ડ સેનિટાઈઝનો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે.

ફ્રેચ પોઈઝન કંટ્રોલ સેન્ટરના આંકડા મુજબ 1 એપ્રિલ 2020થી ઓગસ્ટ 2020 વચ્ચે સેનિટાઈઝર સાથે જોડાયેલ 232 કેસ મળ્યા જે ગયા વર્ષે 2019માં 33 હતા. રિસર્ચમાં સલાહ આપવામાં આવી છે કે બાળકોમાં સેનિટાઈઝરના ઉપયોગની જગ્યાએ હાથ ધોવા માટે વધુ કહેવામાં આવે. અથવા પેરેન્ટ દ્વારા નાના બાળકોને સેનિટાઈઝર લગાવવામાં મદદ કરવામાં આવે. ડૉક્ટરોએ કહ્યુ કે નાના બાળકોમાં સેનિટાઈઝરના આંકોમાં જવાથી ગંભીર રીત બિમાર કે પછી અંધ થવાનુ જોખમ બની શકે છે. તમન જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં સેનિટાઈઝરના ઉપયોગ પર જોર આપવામાં આવી રહ્યુ છે. કોરોનાના કારણે લગભગ 70 ટકા આલ્કોહૉલવાળા સેનિટાઈઝરનો ઉપયોગ બહુ ઝડપથી વધી રહ્યો છે. એક્સપર્ટનો દાવો છે કે સેનિટાઈઝર કોરોના વાયરસનો ખાતમો કરી દે છે.

India China Row: મોલ્ડોમાં 15 કલાક ચાલી 9માં દોરની વાતચીતIndia China Row: મોલ્ડોમાં 15 કલાક ચાલી 9માં દોરની વાતચીત

English summary
Hand Sanitizer can make the child blind: Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X