મહારાષ્ટ્રમાં મોટી બેદરકારીઃ 12 બાળકોને પોલિયો ડ્રોપના બદલે પિવડાવી દીધા સેનિટાઈઝરના બે ટીપાં
Maharashtra News: મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા(Yavatmal)થી એક મોટી બેદરકારીના સમાચાર સામે આવ્યા છે. યવતમાલ જિલ્લાના એક ગામમાં 12 બાળકોને પોલિયો(Polio) ના ટીપાંના બદલે સેનિટાઈઝર (Hand Sanitizer) પિવડાવી દેવામાં આવ્યુ છે. યવતમાલ જિલ્લા આરોગ્યકર્મીઓએ 12 બાળકોને પોલિયો ડ્રોપના બદલે હેન્ડ સેનિટાઈઝર પિવડાવી દીધુ. બાળકોની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના રવિવારની છે પરંતુ પ્રશાસનને આ વિશે સોમવારે માહિતી મળી. હાલમાં બાળકોની સ્થિતિ સ્થિર છે. બધા બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. ત્રણ આરોગ્યકર્મીઓ સામે આ પ્રકારની ચૂક માટે કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં આ ઘટના કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થઈ જ્યાં એકથી પાંચ વર્ષના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ હતુ. યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે પીટીઆઈ-ભાષા સાથે વાત કરીને કહ્યુ કે 5 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકોને પોલિયોના ટીપાંના બદલે સેનિટાઈઝરના બે ટીપાં પિવડાવવામાં આવ્યા ત્યારબાદ બાળકોમાં ઉલટી અને બેચેનીની ફરિયાદ થઈ.
આ મામલે હાલમાં હજુ ઘટનાની બેદરકારી માટે એક સીએચઓ, એક આંગણવાડી કાર્યકર્તા અને એક આશા કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મામલાની તપાસ કરવામાં આવી રહી છે. યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યુ કે તપાસ પૂરી થયા બાદ ઘટનાના દોષીને અમે પકડી લઈશુ. VNGMCHના ડીન ડૉ.મિલિંદ કાંબલે નેબોલાએ કહ્યુ કે બધા બાળકોને હાલમાં અંડર ઑબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિના આધારે અમે તેમને મંગળવારે સાંજે રજા આપવા પર વિચાર કરીશુ. આ દરમિયાન વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતાઓએ માંગર કરી કે 'નાના બાળકોના જીવન સાથે રમત' રમનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં શરૂઆતની તપાસ બાદ તત્કાલ બેદરકારી માટે ત્રણ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Budget Session 2021: આજે રાજ્યસભામાં રજૂ થશે આ મુખ્ય બિલ