For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફજલ ગુરૂને 13 ડિસેમ્બરે ફાંસી આપવી જોઇએ : ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shahnawaz-hussain
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: સંસદ પર આતંકી હુમલાના બે દિવસ પહેલાં ભાજપે મંગળવારે કહ્યું હતું કે 2001ના હુમલામાં શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકાય જ્યારે આ કેસના ગુનેગાર અફજલ ગુરૂને 13 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવે.

ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને સંવાદદાતાઓને કહ્યું હતું કે જો અફજલ ગુરૂને 13 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવે તો આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગઇકાલે કહ્યું હતું કે અફજલ ગુરૂની દયા અરજી પર સંસદના શિયાળુ સત્ર બાદ વિચાર કરવામાં આવશે.

સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે સંસદના સત્ર દરમિયાન હુમલાવરોને ફાંસી આપવામાં આવે. તેમને કહ્યું હતું કે ભાજપ માંગણી કરે છે કે સરકારે ચુંટણી અથવા વોટબેંકનું રાજકારણ રમવું ન જોઇએ અને તેને એ વાતની ચિંતા કર્યા વિના અફજલ ગુરૂને ફાંસી આપવાના મુદ્દે સંસદમાં તેને મુદ્દો બનાવશે. વર્ષ 2001માં સંસદ પર હુમલો કરનાર અફજલ ગુરૂને મોતની સજા સંભળાવી હતી. આ મુદ્દે સુરક્ષાકર્મીઓ સહિત નવ લોકોના મોત નિપજ્યાં હતા તથા 16 લોકો ઇજાગ્રસ્ત પામ્યા હતા.

English summary
Two days ahead of the eleventh anniversary of Parliament terror attack, BJP demanded that convict Afzal Guru be hanged on December 13 itself to pay the best homage to martyrs of the 2001 strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X