For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ શરૂ થઈ શકે છે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ

21 દિવસના લૉકડાઉન જો આગળ ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ એરલાઈન્સ કંપનીઓ ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

21 દિવસના લૉકડાઉન જો આગળ ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ એરલાઈન્સ કંપનીઓ ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કરી શકે છે. આ અંગેની માહિતી વાન મંત્રી હરદીપ સિંહ પુરીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન કહી. તેમણે આગળ કહ્યુ કે 15 એપ્રિલના રોજ લૉકડાઉન ખતમ થયા બાદ સ્થિતિને જોતા આંતરરાષ્ટ્રીય ઉડાનો ચાલુ કરવા પર વિચાર કરવામાં આવશે.

hardeepsingh puri

આંતરરાષ્ટ્રીય ઉડાનો વિશે તેમણે કહ્યુ કે આ એ વાત પર નિર્ભર કરશે કે કયા દેશમાંથી ફ્લાઈટ આવી રહી છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયને હજુ 15 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે ભારતથી પોતાના દેશમાં જતા વિદેશી નાગરિકોને લઈને જતી ઉડાનો કોઈ યાત્રીને લઈને પાછી નહિ આવે. ભારતે યુએસ, બ્રિટન અને જર્મની જેવા દેશોને પોતાના નાગરિકોને પાછા લઈ જવા માટે વિશેષ વિમાનની અનુમતિ આપી છે. એર ઈન્ડિયાના પ્રમુખ રાજીવ બંસલે આ વિશે જણાવતા કહ્યુ કે કંપનીએ ફ્રાંસ, આયરલેન્ડ, જર્મની અને કેનાડાના નાગરિકોને પહોંચાડવા માટે તેમની સાથે અનુબંધ કર્યો છે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના એલાન બાદ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી.

જો કે આ દરમિયાન માલવાહક વિમાન, મેડીકલ મદદ સાથે જોડાયેલી ઉડાનો શરૂ થઈ શકે છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 21 દિવસનુ લૉકડાઉન છે. લૉકડાઉનમાં વિમાન સેવાઓ સાથે સાથે ટ્રેન, મેટ્રો અને બસ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. આ દરમિયાન કોઈને બહાર નીકળવાની અનુમતિ નથી અને લોકોને ઘરોમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. ભારતમાં કોરોના વાયરસા કેસ છેલ્લા અમુક દિવસોમાં વધ્યા છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા 2283 સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ 22 એપ્રિલથી નહિ થાય CBSE બોર્ડની પરીક્ષાઓ, ફેક છે વાયરલ થઈ રહેલ નોટિસઆ પણ વાંચોઃ 22 એપ્રિલથી નહિ થાય CBSE બોર્ડની પરીક્ષાઓ, ફેક છે વાયરલ થઈ રહેલ નોટિસ

English summary
hardeep singh puri says domestic flight bookings can be start after 14 april
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X