For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haridwar Kumbh Mela 2021: આજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જાણો મહત્વ

આજે કુંભ મેળાનુ ત્રીજુ શાહી સ્નાન છે. સવારથી જ શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હરિદ્વારઃ કોરોના મહામારીના સમયમાં આ વર્ષે મહાકુંભનુ આયોજન થયુ છે. આજે કુંભ મેળાનુ ત્રીજુ શાહી સ્નાન છે. સવારથી જ શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. કાલે રાતે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ભક્તોએ હરકી પૌડીમાં સ્નાન કર્યુ ત્યારબાદ હવે સંતો સ્નાન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલુ શાહી સ્નાન મહાશિવરાત્રિએ 11 માર્ચે થયુ હતુ. બીજુ શાહી સ્નાન સોમવતી અમાસ પર બે દિવસ પહેલા થયુ હતુ અને ચોથુ તેમજ અંતિમ સ્નાન 27 એપ્રિલ એટલે કે ચૈત્રી પૂનમે થશે.

મહત્વ

મહત્વ

  • એવુ માનવામાં આવે છે કે કુંભના મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને બધી મુશ્કેલીઓનો અંત આવે છે.
  • કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
  • કુંભના સ્નાનને શાહી સ્નાન એટલા માટે પણ કહેવામાં આવે છે કારણકે આ દરમિયાન સાધુઓનુ સમ્માન એકદમ રાજસી રીતે થાય છે.

હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક છે કુંભ નગરી

હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક છે કુંભ નગરી

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સાગર મંથન દરમિયાન સમુદ્રમાંથી અમૃત નીકળ્યુ ત્યારે દેવતાઓ અને અસુરોમાં તેના માટે ઝઘડો થવા લાગ્યો પરંતુ આ દરમિયાન ઈંદ્ર પુત્ર જયંતે ધન્વંતરીના હાથમાંથી કુંભ છીનવી લીધો અને ભાગી ગયો. આનાથી ગુસ્સે થઈને દૈત્યો પણ જયંતનો પીછો કરવા માટે ભાગ્યા. જયંત 12 વર્ષ સુધી કુંભ માટે ભાગતો રહ્યો. આ સમયમાં તેણે 12 સ્થળોએ અમૃતનો કુંભ રાખ્યો. જ્યાં જ્યાં કુંભ રાખ્યો ત્યાં ત્યાં અમૃતના અમુક ટીપાં છલકાયા અને તે પવિત્ર સ્થળ બની ગયા. આમાંથી આઠ સ્થળ, દેવલોકમાં અને ચાર સ્થળ ભૂ-લોકમાં અર્થાત ભારતમાં છે. આ ચાર સ્થળ છે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક એટલા માટે કુંભ નગરી કહેવામાં આવે છે.

કુંભની તુલના મરકજ સાથે ન થઈ શકોઃ સીએમ રાવત

કુંભની તુલના મરકજ સાથે ન થઈ શકોઃ સીએમ રાવત

પ્રશાસન સતત લોકોને કોરોના નિયમોને માનવાની અપીલ કરી રહ્યુ છે પરંતુ તેમછતાં ભક્તો-સંતો તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી. જેના કારણે અહીં સંક્રમિતોની સંખ્યા વધી ગઈ છે. બીજા શાહી સ્નાન બાદ અહીં 102 તીર્થયાત્રી અને 20 સાધુ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. વધતા કોરોનાના કારણે હવે લોકો કુંભની તુલના મરકજ સાથે કરવા લાગ્યા છે જેનો વિરોધ કરીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મંગળવારે કહ્યુ કે હરિદ્વાર કુંભ મેળાની તુલના નિઝામુદ્દીન મરકજ સાથે ન કરવી જોઈએ જે એક બંધ જગ્યામાં આયોજિત કરવામાં આવ્યુ હતુ અને ત્યાં સુધી કે વિદેશીઓએ પણ આમાં ભાગ લીધો હતો.

જૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર રોક લગાવવાની ભલામણજૉનસન એન્ડ જૉનસન વેક્સીન પર રોક લગાવવાની ભલામણ

English summary
Haridwar Kumbh Mela 2021: Devotees take a holy dip in Ganga on third 'Shahi Snan' today at Har Ki Pauri, Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X